For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

''પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી' ના 124માં દેહવિલય દિન ચૈત્ર વદ પાંચમ (5) ને તા.29-4-2024

Updated: Apr 25th, 2024

''પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી' ના 124માં દેહવિલય દિન ચૈત્ર વદ પાંચમ (5) ને તા.29-4-2024

- 34 વર્ષની યુવા વયે શ્રીમદ્ રાજચંદ્રજી અદ્ભુત સમાધિમરણ (સં. 1857ના ચૈત્ર વદ પાંચ) અને અંતિમ સંદેશ

મંદ વિષયને સરળતા, 

સહ આજ્ઞા સુવિચાર;

કરુણા કોમળતાદિ ગુણ, 

પ્રથમ ભૂમિકા ધાર."૯.

જેણે પાંચ ઈન્દ્રિયના વિષયો મંદ કર્યા હોય; ઉપરથી ડોળ, દંભ કરવાની ઈચ્છા ન કરતો હોય; જેવું હોય તેવું પ્રગટ કરતો હોય; બગલાની જેમ દેખાવ ન કરતો હોય એવા સરળ જીવને ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા હોય છે. જેને ગુણ દેખાડવાની ઈચ્છા હોય છે તેને ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા હોતી નથી. જે ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા રાખે છે, એવી સરળતા હોય; જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જે વર્તે છે; આત્મવિચાર જે કરે છે; જેના હૃદયમાં દયા-કરૂણાભાવ હોય તેને પોતાના આત્માની દયા આવે કે અનાદિકાળથી રખડે છે, હવે એને મોક્ષે લઈ જઉં. આત્માનું કામ કોઈ કરી આપે નહીં. કોમળતા એટલે માનનો અભાવ 'હું મોટો છું' એમ માન ન હોય. જ્ઞાની કહે તે એના હૃદયમાં ચોંટી જાય.

Gujarat