Devbhumi Dwarka

દેવભૂમી દ્વારકા: ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરાયું

By GS Team
4 Aug 20261 min read
TukuTouch Logo
દેવભૂમિ દ્વારકાના ઓખા મરીન ટાસ્ક ફોર્સે દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત કરવા સઘન પેટ્રોલિંગ કર્યું. DySP અને મરીન કમાન્ડોઝની ટીમે ઓખા, ખંભાળિયા, બેટ દ્વારકા, વાડીનાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ઘૂસણખોરી રોકવા ખાસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. રાજ્યના વિશાળ દરિયાકિનારાની સુરક્ષા માટે આ કાર્યવાહી કરાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દેવભૂમી દ્વારકા: ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરાયું

Coastal Vigil Intensified in Devbhumi Dwarka: ગુજરાત રાજ્યના વિશાળ દરિયાકિનારા અને તેને અડીને આવેલા જમીની વિસ્તારોની સુરક્ષા વધુ મજબૂત કરવાના ભાગરૂપે દેવભૂમી દ્વારકાના ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિવિધ દરિયાઈ વિસ્તારોમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ યોજવામાં આવ્યું હતું.

ડીવાયએસપી અને મરીન કમાન્ડોઝનું સર્ચ ઓપરેશન

રાજ્યની દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા રચવામાં આવેલી મરીન ટાસ્ક ફોર્સ હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. જેમાં ઓખાના ડીવાયએસપી (DySP) અને મરીન કમાન્ડોઝની ટીમે સંયુક્ત રીતે જુદા જુદા સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોકસાઈપૂર્વકનું પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.

image.png

આ વિસ્તારોમાં યોજાયું પેટ્રોલીંગ

સુરક્ષા ટીમો દ્વારા ઓખા મંડળથી લઈને ખંભાળિયા તાલુકા સુધીના મહત્વના સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. ખોડિયાર મંદિર, નેવી જેટી, મીની ડાલ્ડા, રિસોર્ટ વિસ્તાર, બેટ દ્વારકા, રૂપેણ બંદર, ભડકેશ્વર મહાદેવ, ગાયત્રી મંદિર અને ઓખામઢી, વાડીનાર અને સલાયા દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કે ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા અને સમગ્ર કોસ્ટલ બેલ્ટ પર કડક નજર રાખવા માટે આ સઘન પેટ્રોલીંગ કરાયું હતું.