દેખાવકારો પર પોલીસ કાર્યવાહીની માંગણી સુપ્રિમે ફગાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને માંગ કરવામાં આવી હતી કે, દિલ્હીમાં દેખાવકારોને કન્ટ્રોલમાં રાખવા પોલીસને છૂટ આપવામાં આવે. દેખાવકારો સામે પગલા લેવા માટે પોલીસને સ્વતંત્રતા આપવાની માંગણી પણ કરવામાં આવી હતી. જોકે સુપ્રિમ કોર્ટે આ માંગણી સ્વિકારી નહોતી અને અરજી ફગાવી દીધી હતી. સીજેઆઇ સૂર્યકાંતની બેંચે કહ્યું હતું કે, પ્રદર્શન કરનારાઓમાં ઘણા યુવાન વિદ્યાર્થીઓ પણ છે. સુપ્રિમ કોર્ટે એમના ભવિષ્યની સાથે એમના કુટુંબ બાબતે પણ વિચારવું જોઈએ. કોઈપણ કેસ પર નિર્ણય લેતા પહેલા ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, દેખાવકારોની જિંદગી અને એમના ભવિષ્ય પર કાયદેસર કાર્યવાહીની કેવી અસર પડશે. સીજેઆઇ સૂર્યકાંતે કહ્યું હતું કે, 'દેખાવ કરનારાઓ યુવાન છે. અમારે એમના માતા-પિતા ઉપરાંત એ વાતનું પણ ધ્યાન રાખવું પડે કે, એમનું જીવન લાંબુ છે. એમને કોર્ટની કાર્યવાહીમાં ગૂંચવવા જોઈએ નહીં.'
સીજેપી વિરુદ્ધ લાલ હીટ જનતા પાર્ટી
આજે દિલ્હીમાં સીજેપી મોટા પાયે દેખાવ કરવાની છે ત્યારે એક દિવસ પહેલા જ રાજધાનીમાં એક નવા સંગઠનના લોકો રસ્તા પર ઉતર્યા હતા. 'લાલ હીટ જનતા પાર્ટી'ના બેનર હેઠળ આ પ્રદર્શનકારીઓ જનપથ ખાતે ભેગા થયા હતા. આ સંગઠને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપાતી ગાળો અને પોલીસ કર્મચારીઓ પર કરવામાં આવેલા હુમલાનો વિરોધ કર્યો હતો. આ સંગઠનનું નામ પણ ખાસ્સુ ચર્ચામાં રહ્યું હતું. એમ મનાય છે કે, કીડા મારવાની એક લોકપ્રિય બ્રાન્ડ પરથી આ નામ રાખવામાં આવ્યું છે. સીજેપીના જવાબમાં ટીખળના ભાગરૂપે આ નામ રાખવામાં આવ્યું છે. આ સંગઠનના યુવાનોએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વપરાતી અપમાનજનક ભાષાનો ઉપયોગ તેઓ સ્વિકારશે નહીં. વડાપ્રધાન તો અમારા કુટુંબનો ભાગ છે.
ગોવા એક્સપ્રેસમાંથી સીજેપીના કાર્યકર્તાઓને ઉતારવામાં આવ્યા
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનને કારણે પટણા, બનારસ અને રાજેન્દ્રનગરથી નવી દિલ્હી આવનારી છ મુખ્ય ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. પૂર્વમધ્ય રેલવેના દાનાપુર રેલ મંડળ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે તેજસ રાજધાની અને સંપૂર્ણક્રાંતિ જેવી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ઇટારસી જંકશન પર પોલીસે ગોવા એક્સપ્રેસના ૧૫ સીજેપી કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા છે. અટકાયતમાં લીધા પછી એમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. રાજસ્થાનના અલવરમાં પોલીસે સીજેપીના નેતા દિપક બાલિયાનની અટકાયત કરી છે. રદ કરવામાં આવેલી ટ્રેનોમાં ૧૨૩૦૯ રાજેન્દ્રનગર - નવી દિલ્હી પટણા તેજસ રાજધાની એક્સપ્રેસ, ૧૨૩૯૩ રાજેન્દ્રનગર - નવી દિલ્હી સંપૂર્ણક્રાંતિ એક્સપ્રેસ, …. જેવી ટ્રેનોનો સમાવેશ થાય છે. નર્મદાપુરમ જિલ્લાના ઇટારસી જંકશન પર ગોવા એક્સપ્રેસ ટ્રેનમાં દિલ્હી જતા ઘણા મહિલા કાર્યકરોને પણ મહિલા પોલીસે ડીટેઇન કર્યા હતા.
નોબેલ શાંતિ પુરસ્કાર
મેળવનાર નવી પિલ્લઇ કોણ છે
દક્ષિણ આફ્રિકાના કાયદાશાસ્ત્રી નવનીનમ 'નવી' પિલ્લઇને ૨૦૨૬નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ જાહેરાત નોર્વેની રાજધાની ઓસ્લોમાં કરવામાં આવી હતી. એમને શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓને પ્રોત્સાહન આપવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે. રવાંડાના આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલમાં જજ તરીકેની એમની કામગીરી ઘણી પ્રભાવશાળી રહી હતી. પિલ્લઇ મૂળ ભારતીય તામિલ છે. એમનો જન્મ ૧૯૪૧ની ૨૩મી સપ્ટેમ્બરે દક્ષિણ આફ્રિકાના ડર્બન શહેરમાં ગરીબ કુટુંબમાં થયો હતો. ૨૦૦૮થી ૨૦૧૪ સુધી તેઓ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકારના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. રવાંડા નરસંહાર મામલે એમણે ઉત્તમ ભૂમિકા નીભાવી હતી. ૧૯૯૪માં રંવાડા નરસંહાર કેસોની સુનાવણી પણ એમણે કરી હતી. શારીરિક યૌનશોષણ પણ નરસંહારનો ભાગ હોઈ શકે છે એ વાત એમણે પુરવાર કરી હતી.
પંજાબના સસ્પેન્ડેડ ડીઆઇજી કોર્ટમાં હાજર થયા
પંજાબના સસ્પેન્ડેડ ડીઆઇજી હરચરણ સિંહ ભુલ્લર ચંદીગઢ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં જતી વખતે ભુલ્લરે પહેલી વખત વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ હમણા કઈ કહી શકે નહીં. ૮ લાખ રૂપિયાની લાંચ લેવાના કેસનો સામનો તેઓ કરી રહ્યા છે. એ વખતે વચેટીયા કૃષ્ણુ શારદાએ કહ્યું હતું કે પંજાબમાં ચૂંટણી થવાની છે એટલે અમને ફસાવવામાં આવી રહ્યા છે. તમામ આરોપો એમણે નકારી નાંખ્યા હતા. આ પહેલા ભુલ્લર અને ફરિયાદી આકાશ બટ્ટાને સીબીઆઇ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. એ વખતે આકાશ બટ્ટાએ જુબાની આપી હતી. ઇડી તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સીબીઆઇ કોર્ટે ભુલ્લર સામે પ્રોડક્ટશન વોરન્ટ મોકલ્યું છે.
ઉત્તર પ્રદેશમાં દલીત વોટબેંક રાજકારણ તેજ
બહુજન સમાજ પાર્ટીના સ્થાપક કાંશીરામની ૨૦મી પૂણ્યતિથિ પર બહુજન સમાજ પાર્ટીએ લખનૌમાં મોટાપાયે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાંથી બીએસપીના નેતાઓ અને કાર્યકરો લખનૌ રવાના થયા હતા. બીએસપીના રાષ્ટ્રીય પ્રમુખ માયાવતીએ પક્ષના નેતાઓને આદેશ આપ્યો હતો કે, મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકોને ભેગા કરવા. આ કાર્યક્રમ લખનૌના ઇકો ગાર્ડનમાં આયોજીત કરવામાં આવ્યો હતો જે કાંશીરામ સ્મારક સ્થળ તરીકે પણ જાણીતું છે. માયાવતીએ સોશ્યલ મીડિયા એક્સ પર એક પોસ્ટ મૂકીને લખ્યું હતું કે, 'દેશમાં જાતીને આધારે પાછળ છોડી દેવામાં આવેલા ખાસ કરીને બહુજન સમાજના કરોડો દલીતો, આદિવાસીઓ, પછાત અને બીજા નબળા વ્યક્તિઓને વોટની તાકાતથી આગળ લાવવામાં કાંશીરામએ ખૂબ મોટુ કામ કર્યું હતું.'
મિથુન ચક્રવર્તીને વફાદારીનું ફળ મળ્યું
પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે સિનિયર અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીને મોટી જવાબદારી આપી છે. ભાજપને પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતાડવામાં મિથુન ચક્રવર્તીની મહેનતનો ફાળો પણ છે. હવે ચક્રવર્તીને સરકારના સલાહકાર નિમવામાં આવ્યા છે. આ હોદ્દો કેબિનેટ મંત્રી રેંકનો છે. રાજ્યના વહીવટ અને સાંસ્કૃતિક બાબતે હવે ચક્રવર્તીની ભૂમિકા મહત્વની રહેશે. ચક્રવર્તીને સૂચના અને સાંસ્કૃતિક બાબતના કેબિનેટ મંત્રીનો દરજ્જો મળશે જે હમણા મુખ્યમંત્રી શુભેંદુ અધિકારી પાસે છે. બંગાળ સરકાર બંગાળની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને ફરીથી લાઇમલાઇટ કરવા માટે ફિલ્મો અને બીજા કાર્યક્રમો પર આધાર રાખે છે. મમતા બેનર્જી જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શાહરૂખ ખાનને વારંવાર બંગાળ બોલાવી બંગાળના સાંસ્કૃતિક એમ્બેસેડર તરીકે પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.




