For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સવારે પાંચ વાગ્યાથી જ ભાજપના હોદ્દેદારો-કાર્યકરોને મતદાન માટે ફોન શરૂ થયાં હતા

Updated: Dec 1st, 2022

Article Content Image

- મતદાન પ્રક્રિયા ધીમી અને અન્ડર કરંટ કોની તરફ તેનાથી નેતાઓ અજાણ : કલાકે કલાકે મતદાનનો રિપોર્ટ ભાજપે મંગાવ્યો

સુરત,તા.1 ડિસેમ્બર 2022,ગુરૂવાર

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં સૌરાષ્ટ્ર કરતાં દક્ષિણ ગુજરાતમાં ઓછું મતદાન અને અન્ડર કરંટ કઈ તરફ તે નેતાઓ જાણી ન શકતાં નેતાઓ દોડતાં થયાં છે. સુરતમાં મતદાન પ્ર્ક્રિયા ભલે આઠ વાગ્યે શરૂ થઈ પરંતુ  મળસ્કે પાંચ વાગ્યાથી જ ભાજપના હોદ્દેદારો-કાર્યકરો-કોર્પોરેટરો પર રેકર્ડેડ ફોન શરૂ થઈ ગયા હતા. જેમાં પ્રદેશ પ્રમુખ દ્વારા મતદાન માટે સુચના આપવામા આવી હતી.

સુરતમાં ભાજપના કાર્યકરો ઉઠે તે પહેલાં જ ભાજપના રેકર્ડેડ કોલથી હજારોની સંખ્યામાં કાર્યકરોની ઉંઘ ઉડી ગઈ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખના અવાજમાં ફોન કાર્યકરો અને હોદ્દેદારો પર પહોંચ્યો હતો. આ ફોન થકી મતદાનની પ્રક્રિયા વહેલી શરૂ કરી અને પોતે અને પરિવારને મતદાન કરાવીને ત્યાર બાદ અન્ય લોકોને મતદાન માટે મતદાન મથક સુધી લાવવા માટે સુચના આપવામાં આવી હતી. 

ત્યાર બાદ પણ સૌરાષ્ટ્ર કરતાં ધીમું મતદાન દેખાતે દર કલાકે ભાજપ તરફથી કાર્યકરો અને હોદ્દેદારો પાસે મતદાનની ટકાવારી માગવામા આવતી હતી અને ક્યા વિસ્તારમાં મતદાન હજી બાકી  છે તેની માહિતી સાથે મતદાન કરાવવા માટેની સુચના આપવમાં આવતી હતી.

Gujarat