For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વધુ એક લિફ્ટ તૂટવાની ઘટના : 14મા માળેથી પટકાતા સુરતમાં બે શ્રમિકોના મોત

Updated: Sep 16th, 2022

Article Content Image

સુરત,તા.16 સપ્ટેમ્બર 2022,શુક્રવાર

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીકની એસપાયર 2 નામની બિલ્ડિંગમાં લિફ્ટ સાતમા માળેથી તૂટતા 7 મજૂરોના કરૂણ મોતના હજી ગણતરીના કલાકોમાં જ સુરતમાં એક બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા બે શ્રમિકોના મોત થયા છે.

Article Content Image

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના બામરોલી વિસ્તારની તુરૂપતિ પ્લેટિનિયમ કોમ્પલેક્સમાં આ ઘટના બની છે. આ બિલ્ડિંગના 14મા માળેથી નીચે પટકાતા બે કારીગરોના મોત થયા છે. આટલી ઉંચાએથી પટકાતા બે લિફ્ટનું કામ કરી રહેલ શ્રમિકોના મોત થયા છે.

આ બંને કારીગરો લિફ્ટનું રિપેરિંગ કામ કરી રહ્યાં હતા અને 14મા માળેથી પટકાતા ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં છે.

વધુ વાંચો : અમદાવાદઃ બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટી પડતાં 7 મજૂરોના મોતની ઘટનાનો વીડિયો આવ્યો સામે

Gujarat