For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તે કેવા ધંધા કર્યા છે મને બધી ખબર છે, બીજેપીની બે મહિલા કોર્પોરેટરે જાહેરમાં બાખડી, જુઓ વીડિઓ

Updated: Jun 12th, 2021

સુરત, તા. 12 જૂન 2021, શનિવાર

કહેવાતી શિસ્ત બદ્ધ પાર્ટી બીજેપીના બે મહિલા નગર સેવકોનો વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. બંને મહિલા નગર સેવકો શબ્દોની મર્યાદા ભૂલી જાહેરમાં એક બીજા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફરી એક વખત રાજકારણ ગરમાયું છે.

શહેરના વરાછા વિસ્તારમાં વોર્ડ નબર 15માં આવેલી એક સોસાયટી નજીક ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરો દ્વારા વૃક્ષા રોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દરમિયાન સ્થાનિક પૂર્વ કોર્પોરેટર મંજુલા દુધાત અને વર્તમાન મહિલા નગર સેવક રૂપા પંડ્યા પણ હાજર રહ્યા હતા. પરંતુ કાર્યક્રમ દરમ્યાન બંને મહિલાઓ વચ્ચે કોઇ વાતને લઇને વાંકુ પડી જતા જાહેરમાં શાબ્દિક પ્રહારો શરુ કર્યા હતા. એટલું જ એક મહિલા કોર્પોરેટરે બીજા મહિલા કોર્પોરેટર સામે પૈસા ખાધા હોવાનો સીધો આક્ષેપ કરી દીધો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Article Content Image

વર્તમાન મહિલા નગર સેવક રૂપા પંડ્યાએ પૂર્વ કોર્પોરેટર મંજુલા દુધાતને તે મારી સાથે વહીવટ કરવા આવતી નહી, તું છાની માની નીકળ, તમે કેવા ધંધા કર્યા છે બધી મને ખબર છે, તું આખા ગામના પૈસા ખા.. પાંચસો..પાંચસો રૂપિયા.. જેવા શાબ્દિક પ્રહારો કર્યા હતા. બંને મહિલાઓ ભાન ભૂલીને શબ્દોની મર્યાદાને નેવે મૂકી દીધી હતી. જેને લઈને ત્યાં હાજર લોકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા. આ વિડીયો વાયરલ થતા સુરતમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે.

Gujarat