For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરત: ST નિગમના કર્મચારીઓએ અર્ધનગ્ન થઈ વિરોધ નોંધાવ્યો

Updated: Feb 22nd, 2019

Article Content Imageસુરત તા. 22 ફેબ્રુઆરી 2019, શુક્રવાર 

સાતમાં પગાર પંચના અમલ સહિતની માંગણી મુદ્દે અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરનારા ST નિગમના કર્મચારીઓએ આજે સેન્ટ્રલ બસ ડેપો પર અર્ધનગ્ન થઈને વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ સરકારની નીતિ વિરોધ પણ ભારે સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો હતો.

ST કર્મચારીઓએ ગત રોજથી શરૂ કરેલી હડતાલને લઈને મુસાફરોની હાલત સૌથી વધુ કફોડી બની છે. માંગણીઓના મુદ્દે રાજ્ય સરકાર સમાધાન કરવા માટે રાજી નહી હોવાથી કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં છે.

આજે સવારે સેન્ટ્રલ બસ સ્ટેશન પર પ્રદર્શન કરતા કર્મચારીઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું. વિરોધ કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓએ અર્ધનગ્ન થઈને વિરોધ નોંધાવ્યો હતો.

બીજી તરફ ST પ્રવાસ કરતા હજારો પ્રવાસીઓ હડતાલને કારણે હાડમારીનો સામનો કરી રહ્યા છે. મુસાફરી માટે ટ્રેન સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોવાથી મુસાફરોનો ધસારો વધી ગયો હોવાને કારણે સેનો ખીચોખીચ થઈ છે.

Gujarat