For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બિન હરીફ સુરત બેઠક બાદ નવસારી લોકસભામાં આવતા સુરતના શહેરી વિસ્તારોમાં વહેલી સવારે મતદાન માટે ઘસારો

Updated: May 7th, 2024

બિન હરીફ સુરત બેઠક બાદ નવસારી લોકસભામાં આવતા સુરતના શહેરી વિસ્તારોમાં વહેલી સવારે મતદાન માટે ઘસારો

Lok Sabha Election 2024 : સુરત શહેર વિસ્તારમાં આવતા નવસારી લોકસભા મત વિસ્તારના કેટલાક ભાગોમાં આજે વહેલી સવારે મતદાન મથક પર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે કેટલીક જગ્યાએ મતદારો ઉદાસીન જોવા મળ્યા હતા. શહેરના પાલનપુર વિસ્તારમાં અનેક મતદાન મથક પર વહેલી સવારથી જ મતદારોની લાઈન જોવા મળી હતી. 

Article Content Image

સુરતના 84 વિધાનસભા વિસ્તારમાં આવતા એવા સંપૂર્ણ રહેણાંક વિસ્તાર એવા પાલનપુરમાં સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થાય તે પહેલા જ મતદારો પહોંચી ગયા હતા. પાલનપુરની સરકારી પ્રાથમિક શાળામાં વહેલી સવારે મતદારોની લાઇન જોવા મળી હતી. મતદારો મતદાન કરીને પોતાના નોકરી ધંધે પહોંચી ગયા હતા. આ મતદાર મથક પર સવારે જ કેટલાક રૂમમાં મતદાન પ્રક્રિયા ધીમી હોવાની ફરિયાદ થતા રાજકીય પક્ષોએ દોડધામ શરૂ કરી દીધી હતી. 

પાલનપુર વિસ્તારમાં મતદારોની મોટી લાઈન જોવા મળી હતી જ્યારે પાલના કેટલાક મતદાન મથક પર સવારે મતદારો ઓછી સંખ્યામાં પહોંચ્યા હતા.



Gujarat