For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરત સિટીમાં કોરોના કેસ યથાવત, ગ્રામ્યમાં ઘટયાઃ કુલ 218 નવા કેસ

સિટીમાં 168 કેસ એકનું મોત, ગ્રામ્યમાં 50 કેસઃ કુલ કેસ 36,887, મૃત્યુઆંક 1006 - 235દર્દીઓને રજા અપાઇ

Updated: Oct 31st, 2020

સુરત, તા.31.ઓકટોબર.2020.શનિવાર

સુરત શહેરમાં કોરોનામાં નવા 168 અને જીલ્લામાં 50 મળી કુલ 218 દર્દી ઝપેટમાં આવ્યા હતા. સુરત સિટીમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત  થયું  હતું. શહેરમાંથી વધુ 169 અને ગ્રામ્યમાંથી 66 મળી 235 દર્દીને રજા અપાઇ હતી.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ આજે ગોડાદરાના એક દર્દીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયા હતા. સુરત સિટીમાં કોરોનામાં નોધાયેલા નવા 168 દર્દીઓમાં સૌથી વધુ અઠવાના 38, અને રાંદેરના 25  સહિતના દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

સુરત શહેરમાં આજ દિન સુધીમા 26,799  પોઝિટીવ કેસમાં 729 નાં મોત થયા છે. જયારે જીલ્લામાં આજ દિન સુધી 10088 પૈકી 277 વ્યકિતનાં મોત થયા છે. સુરત શહેર-જીલ્લામાં કુલ 36,887 કેસમાં 1006ના મોત થયા છે. સુરત શહેરમાં વધુ 169 દર્દીને રજા આપવામાં આવી હતી.

અત્યાર સુધીમાં શહેરમા કુલ 24,978 દર્દીઓને રજા આપવામાં આવી છે. જયારે ગ્રામ્યના 66 ને રજા અપાતા કુલ  9245 દર્દી સાજા થયા છે. આમ સિટી અને જિલ્લા મળી કુલ 34223 દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે.

Gujarat