For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બિનહરિફ ચૂંટણી છતા સુરતના આ વિસ્તારમાં સાયકલ-રેલી તથા પ્લે-કાર્ડ દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ ; જાણો કારણ

Updated: May 6th, 2024

બિનહરિફ ચૂંટણી છતા સુરતના આ વિસ્તારમાં સાયકલ-રેલી તથા પ્લે-કાર્ડ દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ ; જાણો કારણ

Lok Sabha Election : સુરત લોકસભાની બેઠક જાહેર થયા બાદ પહેલી વાર બિન હરીફ જાહેર થઈ છે અને તેના કારણે સુરત શહેર વિસ્તારમાં આવતા નવસારી અને બારડોલી લોકસભાનો 50 ટકાથી વધુ વિસ્તાર આવે છે. તે વિસ્તારોમાં હાલ પડી રહેલી આકરી ગરમી અને સુરત બેઠક બિનહરિફ જાહેર થયા બાદ મતદાનની ટકાવારી કંગાળ રહે તેવી અટકળો થઈ રહી છે. આવી અટકળો બાદ વહિવટી તંત્ર સાથે રાજકારણીઓ પણ મતદાન વધે તે માટે પ્રયાસ કરી રહ્યાં છે તેની સાથે જ સુરતની કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા મતદાન વધે તે માટે સાયકલ-રેલી તથા ટ્રાફિક સિગ્નલ પર પ્લે-કાર્ડ બતાવી લોકોમાં મતદાન વિશે જાગૃતિ કરવામાં આવી રહી છે. 

Article Content Image

લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન હોય ગઇકાલે સાંજથી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. પરંતુ લોકોના મિજાજ સાથે ગરમીનો મિજાજના કારણે આવતીકાલનું મતદાન ઓછુ થાય તેવી અટકળો ચાલી રહી છે. પરંતુ લોકશાહીના પર્વમાં લોકો મતદાનનો મહત્તમ ઉપયોગ કરે તે માટે કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા મતદારોને મતદાન અવશ્ય કરવામાં આવે તેવી અપીલ કરી છે. તો બીજી તરફ શહેરમાં વિવિધ સ્પોર્ટ્સ એસોસીએશન દ્વારા પણ રમતવીરોની રેલી કરવામાં આવી હતી. જેમાં સાયકલ એસોસિએશન, રાયફલ એસોસિએશન, વોલીબોલ એસોસિએશન, યોગા એસોસિએશન સહિત વિવિધ રમતના રમતવિરોએ નવસારી લોકસભા વિસ્તારમાં આવતા રેલી કાઢીને લોકોને મતદાન મથક સુધી જઈને મત આપવા માટે અપીલ કરવામાં આવી હતી. 

Article Content Image

આ ઉપરાંત 'અન્ન બચાવો-જીવન બચાવો' અભિયાનના કાર્યકર નિલેશ ધીરૂભાઈ જીકાદરા તથા તેની ટીમે સૌરાષ્ટ્રવાસી વિસ્તાર જે બારડોલી લોકસભામાં આવે છે તેવા પુણાગામ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા તથા સરથાણા સહિતના વિસ્તારમાં  સાયકલ-રેલી તથા ટ્રાફિક સિગ્નલ પર પ્લે કાર્ડ બતાવીને લોકોમાં મતદાન વિશે જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્લે-કાર્ડમાં ઈચ્છતા હોય જળવાઈ રહે તમારું સન્માન-તો અચૂક કરો મતદાન, જો કરવું હોય રાષ્ટ્રનું ઉત્થાન- તો અચૂક કરો મતદાન, લોકશાહીના જતન માટે- કરો મતદાન વતન માટે, મત છે લોકશાહી ની તાકાત!- તો આપણે કેમ રહીએ બાકાત?, જો નહી બગાડો આંગળી- તો લોકશાહી થશે પાંગળી, જો અસ્તિત્વનું હોય અભિમાન- તો અચૂક કરો મતદાન, જેવા સંદેશા સાથે લોકોને મત આપવા માટે અપીલ કરી હતી.

Gujarat