Daily Current Affairs

દક્ષિણ ઝોનલ કાઉન્સિલની 31મી બેઠક તમિલનાડુમાં યોજાશે

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય ગૃહમંત્રી તમિલનાડુના કોવલમ ખાતે 31મી દક્ષિણ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર અને દક્ષિણ ભારતના રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર સંકલન માટે ચર્ચા થશે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ તેમજ પ્રતિનિધિઓ ભાગ લેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દક્ષિણ ઝોનલ કાઉન્સિલની 31મી બેઠક તમિલનાડુમાં યોજાશે

કેન્દ્રીય ગૃહમંત્રી તમિલનાડુના કોવલમ ખાતે દક્ષિણ ઝોનલ કાઉન્સિલની 31મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર અને દક્ષિણ ભારતનાં રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે વધુ સંકલનની જરૂર હોય તેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

દક્ષિણ ઝોનલ કાઉન્સિલ

રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1956 (States Reorganisation Act, 1956)ની કલમ 15 થી 22 હેઠળ દેશમાં પાંચ ઝોનલ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી, જેમાં દક્ષિણી ઝોનલ કાઉન્સિલનો સમાવેશ થાય છે. 

દક્ષિણી ઝોનલ કાઉન્સિલ એ ભારતના દક્ષિણ વિસ્તારના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે સહકાર, સમન્વય અને આંતર-રાજ્ય વિવાદોના ઉકેલ માટેનું એક વૈધાનિક મંચ (Statutory Body) છે અને તેની ભલામણો સલાહકારી (Advisory) સ્વરૂપની હોય છે. 

સભ્યપદ અને માળખું 

  • અધ્યક્ષ: ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી આ કાઉન્સિલના અધ્યક્ષ હોય છે.
  • ઉપ-અધ્યક્ષ: સભ્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ રોટેશન પદ્ધતિથી દર વર્ષે વારાફરતી ઉપ-અધ્યક્ષ બને છે.
  • સભ્ય રાજ્યો: આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને તેલંગાણા.
  • સભ્ય કેન્દ્રશાસિત પ્રદેશો: પુડુચેરી, અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ, અને લક્ષદ્વીપ.
  • પ્રતિનિધિઓ: દરેક રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત બે મંત્રીઓ અને મુખ્ય સચિવ વગેરે બેઠકોમાં ભાગ લે છે.

 મુખ્ય ઉદ્દેશ્ય અને ચર્ચાના ક્ષેત્રો

બેઠક દરમિયાન રાજ્યો વચ્ચેના સહકાર, આર્થિક વિકાસ, ઔદ્યોગિક રોકાણ, ભાગીદારી મજબૂત કરવા, માળખાકીય સુવિધાઓના વિકાસ, જળ સંસાધનોની વહેંચણી, શિક્ષણ, આરોગ્યસંભાળ અને માહિતી ટેક્નોલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

આ ઉપરાંત આપત્તિ વ્યવસ્થાપન, ગુનાખોરી અટકાવવી, આંતરરાજ્ય સંકલન અને સરહદી વિવાદો જેવા મુદ્દાઓ પણ બેઠકના એજન્ડામાં સામેલ છે.

પરીક્ષાલક્ષી પ્રશ્નો

પ્રશ્ન 1: દક્ષિણ ઝોનલ કાઉન્સિલની રચના કયા કાયદા હેઠળ કરવામાં આવી હતી?

(A) ભારત સરકાર અધિનિયમ, 1935
(B) રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1956
(C) આંતરરાજ્ય જળ વિવાદ અધિનિયમ, 1956
(D) ભારતીય બંધારણ અધિનિયમ, 1950

પ્રશ્ન 2: દક્ષિણ ઝોનલ કાઉન્સિલના સભ્યપદ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:

  1. આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને તેલંગાણા તેના સભ્ય રાજ્યો છે.
  2. પુડુચેરી, લક્ષદ્વીપ અને અંદમાન-નિકોબાર તેના સભ્ય કેન્દ્રશાસિત પ્રદેશો છે.
  3. ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી તેના અધ્યક્ષ હોય છે.
  4. ભારતના વડાપ્રધાન તેના કાયમી અધ્યક્ષ હોય છે.

ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે?

(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1, 2 અને 3
(C) માત્ર 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4