Daily Current Affairs

તાના-રીરી મહોત્સવ 2026: વડનગરમાં 19-20 નવેમ્બરે યોજાશે શાસ્ત્રીય સંગીત મહોત્સવ, હેતલ મહેતા જોષી અને માલિની અવસ્થીને મળશે તાના-રીરી એવોર્ડ

By GS Team
19 Nov 20261 min read
TukuTouch Logo
મહેસાણાના વડનગરમાં 19 અને 20 નવેમ્બર, 2026ના રોજ તાના-રીરી મહોત્સવ યોજાશે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કરેલો આ વાર્ષિક શાસ્ત્રીય સંગીત મહોત્સવ, વડનગરની સંગીતકાર બહેનો તાના અને રીરીના બલિદાનની યાદમાં ઉજવાય છે. આ વર્ષે હેતલ મહેતા જોષી અને માલિની અવસ્થીને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

તાના-રીરી મહોત્સવ 2026: વડનગરમાં 19-20 નવેમ્બરે યોજાશે શાસ્ત્રીય સંગીત મહોત્સવ, હેતલ મહેતા જોષી અને માલિની અવસ્થીને મળશે તાના-રીરી એવોર્ડ

તાના-રીરી મહોત્સવ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગર ખાતે યોજાતો વાર્ષિક શાસ્ત્રીય સંગીત મહોત્સવ છે. આ મહોત્સવ વડનગરની બે નાગર બહેનો તાના અને રીરીની સંગીતસાધના, બલિદાન અને સાંસ્કૃતિક વારસાની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે. આ મહોત્સવની શરૂઆત વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરાવી હતી. 

 તાના-રીરી મહોત્સવ 2026

  • તારીખ: 19 અને 20 નવેમ્બર, 2026
  • સ્થળ: તાના-રીરી સમાધિ સ્થળ, ઘાસકોર દરવાજા પાસે, વડનગર, મહેસાણા.
  • આયોજક: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર

તાના અને રીરી સાથે જોડાયેલી ઐતિહાસિક કથા

  • તાના અને રીરી વડનગરની બે નાગર બહેનો હતી.
  • તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં નિપુણ હતી.
  • લોકપ્રચલિત કથા અનુસાર, મુઘલ સમ્રાટ અકબરના દરબારી સંગીતકાર તાનસેને રાગ દીપક ગાતાં તેમના શરીરમાં અગનજ્વાળાઓ ઉત્પન્ન થઈ હતી.
  • ત્યારબાદ તાના અને રીરીએ રાગ મલ્હાર ગાઈને વરસાદ વરસાવ્યો અને તાનસેનને દાહમાંથી મુક્તિ અપાવી હતી.
  • અકબરના દરબારમાં ગાવાના દબાણનો સ્વીકાર ન કરતાં બંને બહેનોએ આત્મબલિદાન આપ્યું હોવાની લોકકથા પણ પ્રચલિત છે.

તાના-રીરી એવોર્ડ 2026

આ વર્ષે નીચેની બે પ્રતિભાઓને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે:

  1. હેતલ મહેતા જોષી
  2. માલિની અવસ્થી

અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન 

પ્રશ્ન 1: ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતની પરંપરા __________ થી શરૂ થઈ હતી.

(A)તાનસેન

(B)માનભટ

(C)પ્રેમાનંદ

(D)તાના-રીરી