Daily Current Affairs

પ્રલય મિસાઇલનું સફળ પરીક્ષણ: ચાંદીપુરથી 500 કિમીની મારક ક્ષમતા ધરાવતી સ્વદેશી અર્ધ-બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ

By GS Team
4 Nov 20261 min read
TukuTouch Logo
DRDO એ ઓડિશાના ચાંદીપુર ખાતેથી સ્વદેશી 'પ્રલય' અર્ધ-બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. લોન્ચ કોમ્પ્લેક્સ-3 પરથી છોડાયેલી આ મિસાઈલે 500 કિલોમીટર દૂરના 2 કૃત્રિમ લક્ષ્યોને ભેદ્યા. સુરક્ષા ખાતર, 2500 થી વધુ નાગરિકોને સ્થળાંતર કરાયા હતા. 'પ્રલય' સપાટીથી સપાટી પર પ્રહાર કરતી અને ઉડાન દરમિયાન માર્ગ બદલી શકતી મિસાઈલ છે, જે તેને દુશ્મન માટે મુશ્કેલ બનાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રલય મિસાઇલનું સફળ પરીક્ષણ: ચાંદીપુરથી 500 કિમીની મારક ક્ષમતા ધરાવતી સ્વદેશી અર્ધ-બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા ઓડિશાના દરિયાકાંઠાના ચાંદીપુર ખાતે આવેલા ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી સ્વદેશી 'પ્રલય' અર્ધ-બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ મિસાઈલ લોન્ચ કોમ્પ્લેક્સ-થ્રી પરથી છોડવામાં આવી હતી અને તેણે આશરે 500 કિલોમીટર ના અંતરે આવેલા બે કૃત્રિમ લક્ષ્યોને સફળતાપૂર્વક નિશાન બનાવ્યાં હતાં. સલામતીના ભાગરૂપે પરીક્ષણ પહેલાં આસપાસના ગામોમાંથી 2500 થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

'પ્રલય' મિસાઈલ વિશે 

'પ્રલય' એ સપાટીથી સપાટી (સરફેસ-ટુ-સરફેસ) પર પ્રહાર કરતી અર્ધ-બેલિસ્ટિક મિસાઇલ છે. તેની વિશેષતા એ છે કે તે ઉડાન દરમિયાન પોતાનો માર્ગ બદલી શકે છે, જેના કારણે તેને અટકાવવી અથવા હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા નિશાન બનાવવું વધુ મુશ્કેલ બની શકે છે. 

આ મિસાઈલની મારક ક્ષમતા આશરે 500 કિલોમીટર સુધીની છે. અને તે વિવિધ પ્રકારના પરંપરાગત વોરહેડ વહન કરવાની ક્ષમતા ધરાવે છે, જે દુશ્મનના રડાર અને એર ડિફેન્સ સિસ્ટમને ચકમો આપવામાં સક્ષમ છે.

અર્ધ-બેલિસ્ટિક મિસાઇલ 

અર્ધ-બેલિસ્ટિક મિસાઇલ એવી મિસાઇલ છે જે બેલિસ્ટિક મિસાઇલની જેમ ઊંચા માર્ગે ઉડાન ભરે છે, પરંતુ તેની ઉડાન દરમિયાન તે પોતાનો માર્ગ અને દિશા બદલી શકે છે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન 

પ્રશ્ન 1: 'પ્રલય' મિસાઇલ કયા પ્રકારની મિસાઇલ છે?

(A) ક્રૂઝ મિસાઇલ

(B) સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ

(C) સપાટીથી સપાટી પર પ્રહાર કરતી અર્ધ-બેલિસ્ટિક મિસાઇલ

(D) હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ