Daily Current Affairs

સેમિકોન 2.0 હેઠળ સેમિકન્ડક્ટર ક્ષેત્રને વેગ, ડિઝાઇન-R&Dથી ટેલેન્ટ સુધી ફોકસ

By GS Team
1 Sep 20261 min read
TukuTouch Logo
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની સેમિકોન ઇકોસિસ્ટમને વેગ આપવા 'સેમિકોન 2.0' ના 6 સ્તંભો માટે નોટિફિકેશન બહાર પાડી છે. ડિઝાઇનથી માંડીને પ્રતિભા વિકાસ સુધીના આ સ્તંભો દ્વારા 10 વર્ષનું લક્ષ્ય 4 વર્ષમાં હાંસલ કરી 85,000 એન્જિનિયરો તૈયાર કરાયા છે, અને 1 લાખ નવા એન્જિનિયરોનું લક્ષ્ય છે. આનાથી 50,000 થી 60,000 પ્રત્યક્ષ રોજગારી સર્જાશે, જેમાં ટાયર-2 અને ટાયર-3 શહેરોના વિદ્યાર્થીઓ પણ યોગદાન આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેમિકોન 2.0 હેઠળ સેમિકન્ડક્ટર ક્ષેત્રને વેગ, ડિઝાઇન-R&Dથી ટેલેન્ટ સુધી ફોકસ

કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ભારતની સેમિકોન ઇકોસિસ્ટમને આગલા સ્તર પર લઈ જવા માટે 'સેમિકોન 2.0' યોજનાના તમામ 6 સ્તંભો (Pillars) માટેની નોટિફિકેશન બહાર પાડી છે. 

સેમિકોન 2.0 ના 6 મુખ્ય સ્તંભો (Pillars)

  • સ્તંભ 1 - ડિઝાઇન: આમાં આઈપી (IPs), ચિપ્સ, એસઓસી (SoCs) અને રાષ્ટ્રીય તથા વ્યવસાયિક મહત્વના મોડ્યુલ્સની ડિઝાઇન સામેલ છે.
  • સ્તંભ 2 - મશીનો અને સામગ્રી: સેમિક્ન્ડક્ટર ઉત્પાદન ઇકોસિસ્ટમ માટે.
  • સ્તંભ 3 - વધુ ફેબ્સની સ્થાપના: સિલિકોન વેફર ફેબ્સ, કમ્પાઉન્ડ સેમિક્ન્ડક્ટર્સ/ફોટોનિક્સ/સેન્સર્સ અને ડિસ્પ્લે ફેબ્સ.
  • સ્તંભ 4 - ATMP/OSAT ઉદ્યોગને વધુ મજબૂત બનાવવો: એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ સુવિધાઓ.
  • સ્તંભ 5 - સંશોધન અને વિકાસ: અદ્યતન સેમિક્ન્ડક્ટર ટેકનોલોજી માટે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ.
  • સ્તંભ 6 - પ્રતિભા વિકાસ: સેમિક્ન્ડક્ટર ક્ષેત્રે કુશળ પ્રતિભાઓનો વિકાસ.

મુખ્ય વિશેષતાઓ અને ઉપલબ્ધિઓ

એન્જિનિયર્સનું લક્ષ્ય: ભારતે 10 વર્ષમાં 85,000 સેમિક્ન્ડક્ટર એન્જિનિયર વિકસાવવાના લક્ષ્યને માત્ર 4 વર્ષમાં હાંસલ કરી લીધું છે અને હવે વધુ 1 લાખ એન્જિનિયરો તૈયાર કરવાનું નવું લક્ષ્ય રાખ્યું છે.

વૈશ્વિક બજાર: આગામી વર્ષોમાં વૈશ્વિક સેમિક્ન્ડક્ટર ઉદ્યોગના બજારનો અંદાજે 10% હિસ્સો ભારતમાં હશે.

ટાયર-2 અને ટાયર-3 શહેરો: ટાયર-2 અને ટાયર-3 શહેરોના વિદ્યાર્થીઓએ 250 થી વધુ સેમિક્ન્ડક્ટર ચિપ્સ ડિઝાઇન કરી છે. આ યોજનાથી 50,000 થી 60,000 પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે.

નોડલ એજન્સી: ઇન્ડિયા સેમિક્ન્ડક્ટર મિશન (ISM) આ યોજના માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે.