Daily Current Affairs

SCO સમિટ 2026: PM મોદીએ 'S-C-O' વિઝન સાથે સુરક્ષા, કનેક્ટિવિટી અને તકો પર ભાર મૂક્યો

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
કિર્ગીઝસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી SCOની 26મી શિખર સમ્મેલનમાં પ્રધાનમંત્રીએ આગામી 25 વર્ષમાં સહયોગને મૂર્ત પરિણામોમાં પરિવર્તિત કરવા પર ભાર મૂક્યો. તેમણે સુરક્ષા, કનેક્ટિવિટી અને તકોના 3 મુખ્ય સ્તંભો પર ભાર મૂકી, આતંકવાદ સામે કડક કાર્યવાહી અને અફઘાનિસ્તાનમાં શાંતિ જાળવવા પર ભાર મૂક્યો. ભારતે સ્ટાર્ટ-અપ ફોરમ સહિત અનેક પહેલ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

SCO સમિટ 2026: PM મોદીએ 'S-C-O' વિઝન સાથે સુરક્ષા, કનેક્ટિવિટી અને તકો પર ભાર મૂક્યો

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની 26મી શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીએ SCOના આગામી 25 વર્ષમાં સહયોગને મૂર્ત પરિણામોમાં પરિવર્તિત કરવા પર વિશેષ ભાર મૂક્યો. આ બેઠક કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે યોજાઈ હતી. આ દરમિયાન SCOની 25મી વર્ષગાંઠની પણ ઉજવણી કરવામાં આવી. સંમેલનની થીમ “25 Years of the SCO: Together Towards Sustainable Peace, Development and Prosperity” હતી. 

સંબોધનની મુખ્ય વિશેષતાઓ

પ્રધાનમંત્રીએ SCO માટેના ભારતના વિઝનના ત્રણ મુખ્ય સ્તંભો S (સિક્યોરિટી), C (કનેક્ટિવિટી), અને O (ઑપર્ચ્યૂનિટિ)ને વિઝનથી નક્કર પરિણામો તરફ આગળ વધારવા પર ભાર મૂક્યો હતો.

આતંકવાદ માનવતા માટે એક ગંભીર પડકાર છે. આતંકવાદી ભંડોળ, ભરતી, કટ્ટરપંથીકરણ અને સલામત આશ્રયસ્થાનોની સમગ્ર ઇકોસિસ્ટમને તોડી નાખવી જોઈએ તથા આતંકવાદ સામે બેવડા ધોરણો માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ. અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા જાળવવા પર પણ ભાર મુકાયો હતો.

ભારત બજારોને જોડતા, વેપારને સરળ બનાવતા અને વિકાસ માટે નવા રસ્તાઓ ખોલતા તમામ પ્રયાસોને સમર્થન આપે છે, જેમાં તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર આવશ્યક છે.

SCO માં સહયોગ માત્ર સરકાર સંચાલિત નહીં પરંતુ લોકો સંચાલિત હોવો જોઈએ. ભારતે SCO માં સ્ટાર્ટ-અપ ફોરમ, યંગ ઓથર્સ કોન્ક્લેવ, યંગ સાયન્ટિસ્ટ્સ ફોરમ અને SCO સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમ જેવી પહેલ શરૂ કરી છે.

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન

SCO એ રાજકીય, આર્થિક અને સુરક્ષા ક્ષેત્રે સહયોગ માટેનું એક આંતરસરકારી યુરેશિયન સંગઠન છે. SCOની સ્થાપના 2001ના રોજ શાંઘાઈ (ચીન) ખાતે થઈ હતી.  

  • SCOની સ્થાપના પહેલાં આ વ્યવસ્થા ‘શાંઘાઈ ફાઇવ’ તરીકે ઓળખાતી હતી, જેની શરૂઆત 1996માં થઈ હતી. તેમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન અને તાજિકિસ્તાન સામેલ હતા. 2001માં ઉઝબેકિસ્તાન જોડાયા બાદ ‘શાંઘાઈ ફાઇવ’નું રૂપાંતર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં થયું. 

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં કુલ 10 સભ્ય દેશો સામેલ છે, જે વિશ્વની કુલ GDPના લગભગ 25% હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંગઠન આંતરરાષ્ટ્રીય નિયમો અને પરસ્પર હિતોના આધારે સભ્ય દેશો વચ્ચે મિત્રતા, ભાઈચારો અને લાંબાગાળાના સહયોગને મજબૂત કરવાનું કામ કરે છે. ભારત, રશિયા, ચીન ઉપરાંત પાકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને બેલારુસ આ સંગઠનનો હિસ્સો છે.

વડું મથક અને સંસ્થાઓ

  • સચિવાલય (Secretariat): બેઇજિંગ, ચીન.
  • RATS (Regional Anti-Terrorist Structure): તે ત્રાસવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે લડવા માટેનું મુખ્ય વિંગ છે, જેનું કાર્યાલય તાશ્કંદ (ઉઝબેકિસ્તાન) ખાતે આવેલું છે.

અગાઉની પરીક્ષામાં પૂછયેલ પ્રશ્ન 

પ્રશ્ન 1: નીચેનાં વિધાન અને કારણ ધ્યાને લો:

વિધાન (A):ભારત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું પૂર્ણ સભ્ય છે.
કારણ (R): SCO યુરેશિયામાં પ્રાદેશિક સુરક્ષા અને આર્થિક સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ઉપરોક્તના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે?

(A) નિવેદન(A) અને કારણ(R) બંને સાચાં છે અને કારણ(R) એ નિવેદન(A)ની સાચી સમજૂતી છે.
(B) નિવેદન(A) અને કારણ(R) બંને સાચાં છે પરંતુ કારણ(R) એ નિવેદન(A)ની સાચી સમજૂતી નથી.
(C) નિવેદન(A) સાચું છે, પરંતુ કારણ(R) ખોટું છે.
(D) નિવેદન(A) ખોટું છે, પરંતુ કારણ(R) સાચું છે.