Daily Current Affairs

પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાનું 1 વર્ષ પૂર્ણ, ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર અને કચ્છની નોંધપાત્ર કામગીરી

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નવી દિલ્હીના PUSA ખાતે 'પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના' (PMDDKY) ના 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. 11 ઓક્ટોબર 2026 ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં યોજનાના ઉદ્દેશ્યો અને સિદ્ધિઓ પર ભાર મુકાયો. ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લાઓએ શ્રેષ્ઠ કામગીરી કરી. આ પ્રસંગે 'ખેત બચાવો અભિયાન'ની પણ જાહેરાત કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાનું 1 વર્ષ પૂર્ણ, ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર અને કચ્છની નોંધપાત્ર કામગીરી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ ની અધ્યક્ષતામાં 11 ઓક્ટોબર 2026 ના રોજ 'પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના' (PMDDKY) ની સફળ અમલીકરણના 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીના PUSA સ્થિત પંડિત સી. સુબ્રમણ્યમ ઓડિટોરિયમ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના 

પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના એ ભારત સરકાર દ્વારા 2025-26થી છ વર્ષ માટે ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓમાં ખેતીની સ્થિતિ સુધારવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદકતા વધારવી, સિંચાઈની સુવિધા સુધારવી, ખેડૂતોને ધિરાણ ઉપલબ્ધ કરાવવું અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવું મુખ્ય ઉદ્દેશ્યો છે. 

યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો

  1. કૃષિ ઉત્પાદકતામાં વધારો: ઓછી ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓમાં કૃષિ ઉત્પાદન વધારવું.
  2. પાક વૈવિધ્યકરણ: વિવિધ પાકોની ખેતી અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું.
  3. સંગ્રહ સુવિધા: પંચાયત અને બ્લોક સ્તરે લણણી પછીના પાકના સંગ્રહની સુવિધાઓ વધારવી.
  4. સિંચાઈનો વિકાસ: સિંચાઈની સુવિધાઓમાં સુધારો કરવો.
  5. કૃષિ ધિરાણ: ખેડૂતોને ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું ધિરાણ સરળતાથી ઉપલબ્ધ કરાવવું.
  6. વહીવટી સુધારા: વિવિધ સરકારી યોજનાઓનું સંકલન કરીને ખેડૂતો સુધી સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચાડવી.

જિલ્લાઓની પસંદગીના માપદંડ

યોજના હેઠળ 100 જિલ્લાઓની પસંદગી મુખ્યત્વે ત્રણ માપદંડોના આધારે કરવામાં આવે છે:

  • જમીનના એકમ દીઠ કૃષિ ઉત્પાદકતા.
  • વર્ષ દરમિયાન એક જ જમીન પર પાક ઉગાડવાની તીવ્રતા. 
  • ખેડૂતો માટે સંસ્થાકીય ધિરાણની ઉપલબ્ધતા.

અમલીકરણની વિશેષતાઓ

  • 11 મંત્રાલયો અને વિભાગોની 36 હાલની યોજનાઓનું સંકલન કરવામાં આવશે.
  • રાજ્ય સરકારોની યોજનાઓ અને ખાનગી ક્ષેત્રની સ્થાનિક ભાગીદારીનો ઉપયોગ કરવામાં આવશે.
  • જિલ્લા સ્તરે કૃષિ વિકાસ માટે કાર્યયોજનાઓ તૈયાર કરવામાં આવશે.
  • આ યોજના કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રોના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે.

શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાઓનું બહુમાન 

1. સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ટોચના ૩ જિલ્લાઓ

  1. પ્રથમ સ્થાન: ગયા - બિહાર
  2. દ્વિતીય સ્થાન: નાગૌર - રાજસ્થાન
  3. તૃતીય સ્થાન: ઉમરિયા - મધ્ય પ્રદેશ

2. ગુજરાતના જિલ્લાઓની નોંધપાત્ર સિદ્ધિઓ 

યોજનાના મુખ્ય 6 ઉદ્દેશ્યો હેઠળ દેશના 18 જિલ્લાઓની વિશેષ કામગીરી માટે પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના 3 જિલ્લાઓએ સ્થાન મેળવ્યું છે:

  • સિંચાઈ માળખામાં સુધારા : દાહોદ અને છોટાઉદેપુર.
  • સુશાસન અને સેવા વિતરણ: કચ્છ.

'ખેત બચાવો અભિયાન'ની જાહેરાત

કેન્દ્રીય કૃષિ મંત્રીએ જાહેરાત કરી હતી કે 22 ઓક્ટોબર થી 30 નવેમ્બર 2026 દરમિયાન તમામ રાજ્યોમાં ‘ખેત બચાવો અભિયાન’ નું આયોજન કરવામાં આવશે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ અને સંતુલિત ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા સુધારવી તથા કુદરતી સંસાધનોનું જતન કરવું.