Daily Current Affairs

પીએમ સ્વનિધિ 2026: નવી દિલ્હીમાં યોજાશે ‘પીએમ સ્વનિધિ સન્માન પુરસ્કાર’, સ્ટ્રીટ વેન્ડર્સના સશક્તિકરણ પર ભાર

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા 20 નવેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીમાં પીએમ સ્વનિધિ સન્માન પુરસ્કાર સમારોહ યોજાશે. આ પુરસ્કારોનો હેતુ શેરી ફેરિયાઓના આર્થિક સશક્તિકરણ, નાણાકીય સમાવેશ, ડિજિટલ વ્યવહારો અને સામાજિક સુરક્ષામાં યોગદાન આપનાર રાજ્યો અને સંસ્થાઓને સન્માનિત કરવાનો છે. PM સ્વનિધિ યોજના 1 જૂન, 2020ના રોજ શરૂ થઈ હતી, જેનો ઉદ્દેશ શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પીએમ સ્વનિધિ 2026: નવી દિલ્હીમાં યોજાશે ‘પીએમ સ્વનિધિ સન્માન પુરસ્કાર’, સ્ટ્રીટ વેન્ડર્સના સશક્તિકરણ પર ભાર

ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (Ministry of Housing and Urban Affairs) દ્વારા 20 નવેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીના ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે પીએમ સ્વનિધિ સન્માન પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુરસ્કારોનો મુખ્ય હેતુ શેરી ફેરિયાઓના આર્થિક સશક્તિકરણ, નાણાકીય સમાવેશ, ડિજિટલ વ્યવહારો અને સામાજિક સુરક્ષામાં યોગદાન આપનાર રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો તથા વિવિધ સંસ્થાઓને સન્માનિત કરવાનો છે.

પીએમ સ્વનિધિ યોજના 

આનું પૂરું નામ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) છે. પીએમ સ્વનિધિ યોજના ભારત સરકાર દ્વારા 1 જૂન, 2020ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ શેરી ફેરિયાઓને સરળતાથી કાર્યકારી મૂડી માટે લોન ઉપલબ્ધ કરાવી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.

ઓગસ્ટ, 2025માં યોજનાનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું અને તેની સમયમર્યાદા માર્ચ, 2030 સુધી લંબાવવામાં આવી હતી. અને આના હેઠળ મુખ્ય ફેરફારો કરવામાં આવ્યા છે: 

  • લાભાર્થીઓ માટે લોનની રકમમાં વધારો કરવામાં આવ્યો.
  • પાત્ર લાભાર્થીઓ માટે UPI સાથે જોડાયેલું RuPay ક્રેડિટ કાર્ડ શરૂ કરવામાં આવ્યું.
  • શેરી ફેરિયાઓને ડિજિટલ નાણાકીય વ્યવહારો સાથે જોડવા પર ભાર મૂકવામાં આવ્યો.

વ્યાજ સબસિડી: સમયસર અથવા સમય પહેલાં લોનની ચુકવણી કરનારા લાભાર્થીઓને વાર્ષિક ૭% વ્યાજ સબસિડી આપવામાં આવે છે.

તબક્કાવાર ધિરાણ: અગાઉની લોનની સફળતાપૂર્વક ચુકવણી કરનાર ફેરિયાઓને આગળના તબક્કામાં વધુ રકમની લોન મેળવવાની પાત્રતા મળે છે.

  • પ્રથમ તબક્કો: ₹15,000 સુધી.
  • બીજો તબક્કો: ₹25,000 સુધી.
  • ત્રીજો તબક્કો: ₹50,000 સુધી.

લાભાર્થીઓની પાત્રતા: મૂળ યોજના હેઠળ 24  માર્ચ, 2020 પહેલાં કાર્યરત હોય અને શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં ઓળખાયેલા શેરી ફેરિયાઓને આવરી લેવામાં આવ્યા હતા.

સ્ટ્રીટ ફૂડ હબ 

  • 11 જુલાઈ, 2026ના રોજ મંત્રાલય દ્વારા પ્રારંભિક તબક્કામાં વધુમાં વધુ 50 સ્ટ્રીટ ફૂડ હબને મંજૂરી આપવામાં આવી હતી.
  • દરેક સ્ટ્રીટ ફૂડ હબ માટે કેન્દ્ર સરકાર તરફથી ₹4 કરોડ સુધીની સહાયની જોગવાઈ કરવામાં આવી છે.
  • આ પહેલનો હેતુ શેરી ખાદ્ય વ્યવસાયને વધુ વ્યવસ્થિત બનાવવો અને ખાદ્ય સુરક્ષા તથા સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાનો છે.

સેફ ફૂડ ગેમ 

નેશનલ એસોસિયેશન ઑફ સ્ટ્રીટ વેન્ડર્સ ઑફ ઇન્ડિયા દ્વારા 7 એપ્રિલ, 2026ના રોજ ‘સેફ ફૂડ ગેમ’ શરૂ કરવામાં આવી હતી. આ એક ઇન્ટરેક્ટિવ ફૂડ સેફ્ટી ક્વિઝ છે. જેનો હેતુ શેરી ખાદ્ય વિક્રેતાઓમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાનો છે.

યોજનાની પ્રગતિ

  • આશરે 81 લાખ શેરી ફેરિયાઓને યોજનાનો લાભ મળ્યો છે.
  • કુલ 1.21 કરોડથી વધુ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે.
  • લોનની કુલ રકમ આશરે ₹20,000 કરોડ છે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન 

પ્રશ્ન 1: નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. પીએમ સ્વનિધિ યોજના 1 જૂન, 2020ના રોજ શરૂ થઈ હતી.

2. યોજનાની સમયમર્યાદા ઑગસ્ટ, 2025માં માર્ચ, 2030 સુધી લંબાવવામાં આવી હતી.

3. યોજનાનો મુખ્ય ઉદ્દેશ શેરી ફેરિયાઓને કાર્યકારી મૂડી માટે લોન ઉપલબ્ધ કરાવવાનો છે.

ઉપરોક્તમાંથી કયાં વિધાન/વિધાનો સાચાં છે?

(A) માત્ર 1 અને 2

(B) માત્ર 2 અને 3

(C) માત્ર 1 અને 3

(D) 1, 2 અને 3