લક્ષદ્વીપને સંપૂર્ણ સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો, ‘ઉલ્લાસ’ સાક્ષરતા કાર્યક્રમ હેઠળ સિદ્ધિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના વહીવટકર્તા પ્રફુલ પટેલ દ્વારા કવરત્તી ખાતે યોજાયેલા એક વિશેષ સમારોહમાં 11 ઓક્ટોબર 2026 ના રોજ લક્ષદ્વીપને 100% સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ શિક્ષણ માટેની કેન્દ્ર પુરસ્કૃત યોજના 'ઉલ્લાસ - નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ' અંતર્ગત મેળવવામાં આવી છે.
- કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ધોરણ મુજબ, સંપૂર્ણ સાક્ષર જાહેર થવા માટે કોઈપણ રાજ્યનો સાક્ષરતા દર 95 ટકા કે તેથી વધુ હોવો અનિવાર્ય છે.
ઉલ્લાસ યોજના
ઉલ્લાસનું પૂરું નામ અંડરસ્ટેંડિંગ ઓફ લાઇફલોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના એવા પુખ્ત વયના લોકો કે જેઓ ઔપચારિક શિક્ષણ ચૂકી ગયા છે તેમને પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન સાથે જીવન જરૂરી કૌશલ્યો જેમ કે ડિજિટલ, નાણાકીય અને કાનૂની સાક્ષરતા પૂરી પાડવાનો છે.
સાક્ષરતાની વ્યાખ્યા: જનગણના વિરુદ્ધ ઉલ્લાસ
ભારતીય જનગણનામાં 7 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ જે કોઈપણ ભાષામાં સમજીને વાંચી અને લખી શકે તેને સાક્ષર ગણવામાં આવે છે, જ્યારે 'ઉલ્લાસ' યોજના 15 વર્ષથી વધુ ઉંમરના પુખ્ત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1. લક્ષદ્વીપને સંપૂર્ણ સાક્ષર જાહેર કરવાની સિદ્ધિ કઈ યોજના અંતર્ગત પ્રાપ્ત થઈ?
(A) સમર્થ યોજના
(B) સર્વ શિક્ષા અભિયાન
(C) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
(D) ઉલ્લાસ – નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ




