Daily Current Affairs

ભારતના નૌકાભ્યાસ 2026: INS સહ્યાદ્રી યુદ્ધાભ્યાસ ‘ઇન્દ્ર’ માટે રશિયા અને INS ત્રિશૂલ યુદ્ધાભ્યાસ ‘કોંકણ’ માટે યુકે પહોંચ્યું

By GS Team
12 Oct 20261 min read
TukuTouch Logo
ભારતીય નૌકાદળના INS સહ્યાદ્રી અને INS ત્રિશૂલ જહાજો આંતરરાષ્ટ્રીય યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે. 10 ઓક્ટોબર, 2026ના રોજ INS સહ્યાદ્રી રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યું, જે 13 થી 18 ઓક્ટોબર દરમિયાન 'ઇન્દ્ર-2026'માં ભાગ લેશે. જ્યારે, INS ત્રિશૂલ UKના પ્લાયમાઉથ ખાતે 08 થી 15 ઓક્ટોબર દરમિયાન 'કોંકણ-26'માં જોડાશે. આ યુદ્ધાભ્યાસો દરિયાઈ સહયોગ વધારશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતના નૌકાભ્યાસ 2026: INS સહ્યાદ્રી યુદ્ધાભ્યાસ  ‘ઇન્દ્ર’ માટે રશિયા અને INS ત્રિશૂલ યુદ્ધાભ્યાસ ‘કોંકણ’ માટે યુકે પહોંચ્યું

યુદ્ધાભ્યાસ ઇન્દ્ર 2026 

ભારતીય નૌકાદળનું મલ્ટિ-રોલ સ્ટીલ્થ ફ્રિગેટ INS સહ્યાદ્રી 10 ઓક્ટોબર 2026 ના રોજ રશિયાના વ્લાદિવોસ્તોક બંદરે પહોંચ્યું છે. તે 13 થી 18 ઓક્ટોબર 2026 દરમિયાન ભારતીય નૌકાદળ અને રશિયન નૌકાદળ  વચ્ચે યોજાનાર દ્વિપક્ષીય નૌકાભ્યાસ ‘ઇન્દ્ર-2026 ' માં ભાગ લેશે. આ અભ્યાસનો હેતુ બંને દેશોની નૌકાદળ વચ્ચે દરિયાઈ સહયોગ, આંતર-સંચાલનક્ષમતા અને ઓપરેશનલ તાલમેલ વધારવાનો છે. 

INS સહ્યાદ્રિની આ ભાગીદારી ભારત સરકારના MAHASAGAR (Mutual and Holistic Advancement for Security and Growth Across Regions) વિઝન સાથે સુસંગત છે.

યુદ્ધાભ્યાસ કોંકણ

ભારતીય નૌકાદળનું ગાઇડેડ મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ INS ત્રિશૂલ યુનાઇટેડ કિંગડમના પ્લાયમાઉથ (UK) ખાતે પહોંચી ગયું છે. આ જહાજ રોયલ નેવી સાથે દ્વિપક્ષીય દરિયાઈ યુદ્ધાભ્યાસ ‘કોંકણ -26' માં ભાગ લેશે. 08 થી 15 ઓક્ટોબર 2026 દરમિયાન યુકેના પ્લાયમાઉથ ખાતે બે તબક્કામાં આ યુદ્ધાભ્યાસ યોજાઈ રહ્યો છે.

ભારત અને યુકે વચ્ચે છેલ્લા બે દાયકામાં 'કોંકણ' (KONKAN) યુદ્ધાભ્યાસનું કદ અને જટિલતા નોંધપાત્ર રીતે વધી છે, જે બંને નૌકાદળો વચ્ચે પરસ્પર સમજ અને ઓપરેશનલ તાલમેલ વધારે છે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન 

પ્રશ્ન 1: ઇન્દ્ર-2026 નૌકાભ્યાસ કઈ બે દેશોની નૌકાદળો વચ્ચે યોજાવાનો છે?

(A) ભારત અને ફ્રાન્સ

(B) ભારત અને રશિયા

(C) ભારત અને યુનાઇટેડ કિંગડમ

(D) ભારત અને જાપાન

પ્રશ્ન 2: કોંકણ-2026 નૌકાભ્યાસ કઈ બે દેશોની નૌકાદળો વચ્ચે યોજાઈ રહ્યો છે?

(A) ભારત અને રશિયા

(B) ભારત અને ઓસ્ટ્રેલિયા

(C) ભારત અને યુનાઇટેડ કિંગડમ

(D) ભારત અને દક્ષિણ આફ્રિકા