ગુજરાતના વડનગર મ્યુઝિયમને જર્મનીમાં સન્માન, 'બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026' મેળવનાર ભારતનું પ્રથમ મ્યુઝિયમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના ઐતિહાસિક નગર વડનગર સ્થિત 'અનંત અનાદિ વડનગર - આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ' ને જર્મનીના બર્લિન ખાતે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય 'રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026' થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સાથે જ આ વિશેષ 'બેસ્ટ ઓફ ધ બેસ્ટ' શ્રેણીનું સન્માન મેળવનાર વડનગરનું મ્યુઝિયમ ભારતનું પ્રથમ મ્યુઝિયમ બન્યું છે.
મ્યુઝિયમની સ્થાપના અને નિર્માણ
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલા આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન 16 જાન્યુઆરી, 2025ના રોજ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આશરે ₹298 કરોડના ખર્ચે અને 12 ,500 ચોરસ મીટર વિસ્તારમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરી માટે 'ડિઝાઇન ફેક્ટરી ઇન્ડિયા' દ્વારા તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. 6 નવેમ્બર, 2026ના રોજ બર્લિનના કોન્ઝર્ટહાઉસ ખાતે 'બ્રાન્ડ્સ એન્ડ કોમ્યુનિકેશન ડિઝાઇન' શ્રેણીમાં આ એવોર્ડ એનાયત કરાયો હતો, જેમાં 38 દેશોના ડિઝાઇનરોએ ભાગ લીધો હતો.
સંગ્રહાલયની મુખ્ય વિશેષતાઓ
- નવ વિષયલક્ષી ગેલેરીઓ: આ ગેલેરીઓમાં માટીનાં વાસણો, સિક્કા, ઘરેણાં, શસ્ત્રો, સાધનો, શિલ્પો અને અન્ય પુરાતત્ત્વીય વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે.
- જૈવિક અવશેષોનું પ્રદર્શન: ગ્રહાલયમાં અનાજના અવશેષો, DNA નમૂનાઓ અને હાડપિંજરના અવશેષો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ અવશેષો પ્રાચીન સમયના લોકોના જીવન, ખોરાક અને સામાજિક વ્યવહાર અંગે માહિતી આપે છે.
- વાસ્તવિક ઉત્ખનન સ્થળ: મ્યુઝિયમની સૌથી અનોખી વિશેષતા એ છે કે તે વાસ્તવિક પુરાતત્વીય ઉત્ખનન સ્થળ સાથે જોડાયેલું છે. અહીં 4,000 ચોરસ મીટરના ઉત્ખનન વિસ્તારમાં 16 થી 18 મીટરની ઊંડાઈએ દટાયેલા અવશેષોને મુલાકાતીઓ એક 'એક્સપિરિયન્શિયલ વોક-વે' દ્વારા તેમના મૂળ સ્વરૂપમાં નિહાળી શકે છે.
- સાંસ્કૃતિક સ્તરોની રજૂઆત: મ્યુઝિયમની એક્ઝિબિશન ડિઝાઇનમાં વિવિધ ઐતિહાસિક સમયગાળાને દર્શાવવા માટે 'રેમ્ડ અર્થ'ના 7 સ્તરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રેડ ડોટ એવાર્ડ
રેડ ડોટ ડિઝાઇન એવાર્ડ વિશ્વના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ડિઝાઇન પુરસ્કારોમાંનો એક છે. જેની શરૂઆત વર્ષ 1955માં જર્મનીમાં થઈ હતી. આ પુરસ્કાર પ્રોડક્ટ ડિઝાઇન, બ્રાન્ડ્સ અને કોમ્યુનિકેશન ડિઝાઇન તથા ડિઝાઇન કોન્સેપ્ટ જેવા ક્ષેત્રોમાં આપવામાં આવે છે.
- બેસ્ટ ઓફ ધ બેસ્ટ એ સંબંધિત સ્પર્ધાત્મક શ્રેણીમાં વિશેષ ઊંચી ગુણવત્તા ધરાવતી ડિઝાઇનને આપવામાં આવતું સન્માન છે.
ગુજરાતમાં રેડ ડોટથી સન્માનિત અન્ય સંગ્રહાલય
વડનગરનું સંગ્રહાલય રેડ ડોટનું આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનાર ગુજરાતનું બીજું સંગ્રહાલય છે.
- સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય અને સ્મારક: ભુજ ખાતે આવેલું આ સંગ્રહાલય વર્ષ 2023માં સ્પેશિયલ કમ્યુનિકેશન ડિઝાઇન માટે રેડ ડોટનું સન્માન પ્રાપ્ત કરી ચૂક્યું છે.
- અનંત અનાદિ વડનગર સંગ્રહાલય: વર્ષ 2026માં રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવાર્ડ પ્રાપ્ત કર્યો છે.
પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. વડનગરનું ‘અનંત અનાદિ’ મ્યુઝિયમ ગુજરાતનું રેડ ડોટ સન્માન મેળવનાર પ્રથમ સંગ્રહાલય છે.
2. ભુજનું સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય અને સ્મારકને વર્ષ 2023માં રેડ ડોટનું સન્માન મળ્યું હતું.
3. વડનગરના મ્યુઝિયમને વર્ષ 2026માં રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવાર્ડ મળ્યો હતો.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું છે?
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને 3




