Daily Current Affairs
ભારતમાં ‘જ્ઞાની અર્થ’ સોવરેન AI સ્ટેક લોન્ચ, વિદેશી AI પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ
By GS Team
31 Aug 20262 mins read
28 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન દ્વારા GNANI AIનું 'જ્ઞાની અર્થ' સોવરેન AI સ્ટેક લોન્ચ કરાયું. જેમાં ઇવોન 3.3 અને પ્લેક્સસનો સમાવેશ છે. આ ટેકનોલોજીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી AI પર ભારતની નિર્ભરતા ઘટાડી, સંવેદનશીલ ડેટા દેશમાં જ સુરક્ષિત રાખવાનો છે. આ ‘આત્મનિર્ભર ભારત’ને વેગ આપશે.
Summarized by AI; it may make mistakes. Check important info

28 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન દ્વારા GNANI AI દ્વારા વિકસિત 'જ્ઞાની અર્થ' (Gnani Artha) નામનો સોવરેન AI સ્ટેક લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં ઇવોન 3.3 અને પ્લેક્સસ નો સમાવેશ થાય છે.
- આ ટેકનોલોજીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી AI તથા ક્લાઉડ સેવાઓ પરની ભારતની નિર્ભરતા ઘટાડવાનો અને દેશનો સંવેદનશીલ ડેટા ભારતમાં જ સુરક્ષિત રાખવાનો છે.
મુખ્ય વિશેષતાઓ અને તકનીક
- જ્ઞાની અર્થ એક સોવરેન AI સ્ટેક છે, જે ઇવોન 3.3 અને પ્લેક્સસ ધરાવે છે.
- ઇવોન 3.3 એ એક લાર્જ લેંગ્વેજ મોડેલ (Large Language Model) છે, જ્યારે પ્લેક્સસ એ એક એવું પ્લેટફોર્મ છે જે AI બુદ્ધિમત્તાને વાસ્તવિક દુનિયાના કાર્ય અને સંસ્થાઓ સાથે જોડે છે.
- આ સિસ્ટમ બેંગલુરુ સ્થિત ડીપ ટેક સ્ટાર્ટઅપ જ્ઞાની અર્થ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
મહત્વ
- આ વ્યવસ્થા દ્વારા દેશનો મહત્વપૂર્ણ ડેટા ભારતની બહાર જતો અટકાવી શકાય છે. સાથે જ, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ (DPDP એક્ટ) હેઠળની ડેટા સુરક્ષા અને ગોપનીયતા સંબંધિત જોગવાઈઓના પાલનમાં પણ મદદ મળે છે.
- સ્વદેશી AI અને ડિજિટલ ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન આપતી આ પહેલ ‘આત્મનિર્ભર ભારત’ના અભિગમને વેગ આપે છે અને ‘વિકસિત ભારત @2047’ના ટેકનોલોજી આધારિત વિકાસના વિઝનને પણ મજબૂત બનાવે છે.
પરીક્ષાલક્ષી પ્રશ્ન:
પ્રશ્ન 1: જ્ઞાની અર્થ’ અંગે નીચેના વિધાનો પર વિચાર કરો:
- તે સોવરેન AI સ્ટેક છે.
- તેમાં Evon 3.3 અને Plexusનો સમાવેશ થાય છે.
- તેનો એક હેતુ વિદેશી AI અનેક્લાઉડ સેવાઓ પરની ભારતની નિર્ભરતા ઘટાડવાનો છે.
- તે ભારતના સંવેદનશીલ ડેટાને દેશમાં જ સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે.
સાચાં વિધાનો કયાં છે?
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1, 2 અને 3
(C) માત્ર 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4