Daily Current Affairs

CAPF જનરલ એડમિનિસ્ટ્રેશન એક્ટ, 2026: 8 ઑક્ટોબરથી અમલ, વરિષ્ઠ પદો પર IPS અધિકારીઓની નિમણૂકની જોગવાઈ

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે CAPFsમાં ગ્રુપ-A જનરલ ડ્યુટી અધિકારીઓની ભરતી, બઢતી અને સેવાની શરતોનું નિયમન કરતો 'ધ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (જનરલ એડમિનિસ્ટ્રેશન) એક્ટ, 2026' અમલમાં મૂક્યો છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ 9 એપ્રિલ, 2026ના રોજ આ કાયદો 8 ઑક્ટોબર, 2026થી લાગુ થયો છે. આ કાયદાથી વરિષ્ઠ પદો પર IPS અધિકારીઓની નિમણૂક થશે, જેનાથી CAPFsના અધિકારીઓની બઢતીની તકો મર્યાદિત બનશે તેવી ચિંતા વ્યક્ત કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CAPF જનરલ એડમિનિસ્ટ્રેશન એક્ટ, 2026: 8 ઑક્ટોબરથી અમલ, વરિષ્ઠ પદો પર IPS અધિકારીઓની નિમણૂકની જોગવાઈ

કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) માં ગ્રુપ-A જનરલ ડ્યુટી અધિકારીઓની ભરતી, બઢતી, પ્રતિનિયુક્તિ અને સેવાની શરતોનું નિયમન કરવા માટે ધ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (જનરલ એડમિનિસ્ટ્રેશન) એક્ટ, 2026 ઘડ્યો છે. આ કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી 9 એપ્રિલ, 2026ના રોજ મળી હતી જે હવે 8 ઑક્ટોબર, 2026થી અમલમાં આવ્યો છે.
કાયદાની મુખ્ય જોગવાઈઓ

(1) વરિષ્ઠ પદો પર IPS અધિકારીઓની નિમણૂક

image.png

આ નિમણૂકો પ્રતિનિયુક્તિ (Deputation) દ્વારા કરવાની જોગવાઈ છે.

(2) કેન્દ્ર સરકારની સત્તા: કેન્દ્ર સરકારને CAPFs ના અધિકારીઓની ભરતી, બઢતી, પ્રતિનિયુક્તિ અને સેવાની શરતો સંબંધિત નિયમો ઘડવાની સત્તા આપવામાં આવી છે.

(3) કાયદાની સર્વોપરી અસર: આ કાયદા સાથે અસંગત હોય તેવા અન્ય કાયદા અથવા નિયમો કરતાં આ કાયદાની જોગવાઈઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

વિરોધનું મુખ્ય કારણ

આ કાયદા અંગે CAPFs ના કેટલાક અધિકારીઓ અને વિરોધ પક્ષોએ ચિંતા વ્યક્ત કરી છે કે વરિષ્ઠ પદો પર IPS અધિકારીઓ માટે નિર્ધારિત જગ્યાઓને કારણે CAPFs ના પોતાના કેડરના અધિકારીઓની બઢતી અને ઉચ્ચ નેતૃત્વની તકો મર્યાદિત થઈ શકે છે. કાયદાના સમર્થનમાં કેન્દ્ર સરકાર વહીવટી સુસંગતતા, રાષ્ટ્રીય સુરક્ષા અને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના સંકલનને મહત્ત્વ આપે છે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન 

પ્રશ્ન 1: ધ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (જનરલ એડમિનિસ્ટ્રેશન) એક્ટ, 2026 કઈ બાબતનું નિયમન કરે છે?

(A) ભારતીય સશસ્ત્ર દળોમાં સૈનિકોની ભરતી અને તાલીમ

(B) CAPFsમાં ગ્રુપ-A જનરલ ડ્યુટી અધિકારીઓની ભરતી, બઢતી, પ્રતિનિયુક્તિ અને સેવાની શરતો

(C) રાજ્ય પોલીસ દળોના બજેટ અને નાણાકીય વ્યવસ્થાપન

(D) ભારતીય ન્યાયિક સેવાઓમાં ન્યાયાધીશોની નિમણૂક

પ્રશ્ન 2:  ધ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (જનરલ એડમિનિસ્ટ્રેશન) એક્ટ, 2026 મુજબ કયા બે પદો માટે IPS અધિકારીઓની નિમણૂકની ટકાવારી 100% નિર્ધારિત છે?

(A) IG અને ADG

(B) IG અને SDG

(C) ADG અને DG

(D) SDG અને DG