Daily Current Affairs

બ્રિક્સ પાર્લામેન્ટરી ફોરમ 2026: ભારતની અધ્યક્ષતામાં સંસદીય સહયોગ અને વૈશ્વિક શાસન પર ચર્ચા

By GS Team
26 Oct 20262 mins read
TukuTouch Logo
ભારત 26 અને 27 ઓક્ટોબર 2026 દરમિયાન સંસદ ભવન ખાતે 12મી બ્રિક્સ પાર્લામેન્ટરી ફોરમનું આયોજન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન થશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વ હેઠળ, ભારત, રશિયા, ક્યુબા, ઇજિપ્ત, બેલારૂસ સહિતના બ્રિક્સ સભ્ય દેશોના સંસદીય પ્રતિનિધિઓ "જન-કેન્દ્રિત વિકાસ માટે સંસદોને સશક્ત બનાવવી" થીમ પર ચર્ચા કરશે. આ ફોરમ સંસદીય રાજદ્વારીને મજબૂત બનાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિક્સ પાર્લામેન્ટરી ફોરમ 2026: ભારતની અધ્યક્ષતામાં સંસદીય સહયોગ અને વૈશ્વિક શાસન પર ચર્ચા

ભારતની સંસદ દ્વારા 26 અને 27 ઓક્ટોબર 2026 દરમિયાન સંસદ ભવન પરિસર ખાતે 12મી બ્રિક્સ પાર્લામેન્ટરી ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ખાસ ઉપસ્થિતિમાં થશે, જ્યાં તેઓ વિદેશી પ્રતિનિધિમંડળોના નેતાઓને મળશે. આ પરિષદમાં ભારત ઉપરાંત રશિયા, ક્યુબા, ઇજિપ્ત, બેલારૂસ અને અન્ય બ્રિક્સ સભ્ય તથા ભાગીદાર દેશોના સંસદીય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

2મી બ્રિક્સ પાર્લામેન્ટરી ફોરમના અધ્યક્ષ તરીકે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કાર્યભાર સંભાળી રહ્યા છે. આ ફોરમની મુખ્ય થીમ “જન-કેન્દ્રિત વિકાસ માટે સંસદોને સશક્ત બનાવવી” છે. તેનો મુખ્ય હેતુ બ્રિક્સના સભ્ય અને ભાગીદાર દેશોની સંસદો વચ્ચે સહયોગ અને સંવાદ વધારીને સંસદીય રાજદ્વારીને મજબૂત બનાવવાનો છે. 

ચર્ચાના ચાર મુખ્ય વિષયો 

image.png

વિશેષ બેઠક: બ્રિક્સ સભ્ય અને ભાગીદાર દેશોની સંસદોની 'ઇન્ટરનેશનલ અફેર્સ કમિટી'ના અધ્યક્ષો વચ્ચે સંસદીય મુત્સદ્દીગીરી (Parliamentary Diplomacy), ક્ષમતા નિર્માણ (Capacity Building) અને ઉત્કૃષ્ટ પ્રથાઓના આદાન-પ્રદાન અંગે વિશેષ બેઠક યોજાશે.

ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સંસદીય બેઠક

ફોરમની પૂર્વસંધ્યાએ લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા અને રશિયાના સ્ટેટ ડુમાના અધ્યક્ષ વ્યાચેસ્લાવ વોલોડિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.

  • આતંકવાદ સામે લડાઈ: બંને દેશોએ આંતરરાષ્ટ્રીય મંચો પર સહયોગ મજબૂત કરવા અને આંતકવાદ સામે એકજૂથ થઈને વૈશ્વિક શાંતિ માટે લડવા પ્રતિબદ્ધતા દર્શાવી.
  • UNSC માં ભારતની કાયમી સદસ્યતા: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતના કાયમી સભ્યપદ માટે રશિયાના સતત સમર્થન બદલ લોકસભા અધ્યક્ષે આભાર વ્યક્ત કર્યો.
  • સંસદીય સહયોગ: ભારત-રશિયા આંતર-સંસદીય આયોગ દ્વારા નિયમિત બેઠકો તથા ખાસ કરીને યુવા અને મહિલા સાંસદોના આદાન-પ્રદાન પર ભાર મૂકવામાં આવ્યો.
  • કૂટનીતિક સંબંધો: વર્ષ 2027 માં ભારત અને રશિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોના 80 વર્ષ પૂર્ણ થશે.
  • BRICS ૨૦૨૬ અધ્યક્ષપદ: 2026માં ભારતની BRICS અધ્યક્ષતા 'લોકકેન્દ્રી અભિગમ' પર આધારિત રહેશે તેવું શ્રી ઓમ બિરલાએ સ્પષ્ટ કર્યું.

અન્ય મહત્વપૂર્ણ બેઠકો

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રશિયા ઉપરાંત ક્યુબા, ઇજિપ્ત અને બેલારૂસ ના સંસદીય પ્રતિનિધિમંડળો સાથે પણ ફળદાયી દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.