Daily Current Affairs

ગુજરાતમાં 'ભીષ્મ ક્યુબ-R300' મોબાઈલ હોસ્પિટલનું ઉદ્ઘાટન, 300 ઈજાગ્રસ્તોને સારવારની ક્ષમતા

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત વિધાનસભા ખાતે 'ભીષ્મ ક્યુબ-R300' પોર્ટેબલ મોબાઈલ ઇમરજન્સી મેડિકલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું. ભારત સરકારની 'આરોગ્ય મૈત્રી' પહેલ અંતર્ગત વિકસેલી આ સિસ્ટમ 12 મિનિટથી ઓછા સમયમાં સ્થાપિત થઈ, 300 ઈજાગ્રસ્તોને ટ્રોમા સારવાર અને શસ્ત્રક્રિયા જેવી જીવનરક્ષક સુવિધાઓ પૂરી પાડી શકે છે. ગુજરાતને કુદરતી આપત્તિઓ સામે લડવામાં તે અત્યંત ઉપયોગી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 'ભીષ્મ ક્યુબ-R300' મોબાઈલ હોસ્પિટલનું ઉદ્ઘાટન, 300 ઈજાગ્રસ્તોને સારવારની ક્ષમતા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાત વિધાનસભા ખાતે અદ્યતન પોર્ટેબલ મોબાઈલ ઇમરજન્સી મેડિકલ હોસ્પિટલ ‘ભીષ્મ ક્યુબ-R300’ નું વિશિષ્ટ નિદર્શન અને ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સેક્રેટરીએટ (NSCS)ના માર્ગદર્શન હેઠળની 'આરોગ્ય મૈત્રી' પહેલ અંતર્ગત આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.
મુખ્ય વિશેષતાઓ 

  • આ આખું યુનિટ અત્યંત જટિલ કે આપાતકાલીન પરિસ્થિતિઓમાં માત્ર 12 મિનિટથી પણ ઓછા સમયમાં સ્થાપિત થઈ શકે છે અને એકસાથે 300 જેટલા ઈજાગ્રસ્તોને સ્થળ પર જ ટ્રોમા સારવાર, શસ્ત્રક્રિયા અને જીવનરક્ષક સુવિધાઓ પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે.
  • જમીન, હવાઈ અને દરિયાઈ માર્ગે પરિવહન ક્ષમતા ધરાવતી આ સિસ્ટમને દુર્ગમ વિસ્તારોમાં સરળતાથી એરડ્રોપ પણ કરી શકાય છે.

ગુજરાત માટે મહત્ત્વ

ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો, ઔદ્યોગિક વિસ્તાર તેમજ વાવાઝોડું, પૂર અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આની તૈનાતી આપત્તિ સામે લડવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.

પરીક્ષાલક્ષી પ્રશ્નો
પ્રશ્ન 1. ‘ભીષ્મ ક્યુબ-R300’ કયા પ્રકારની સિસ્ટમ છે?

(A) મોબાઈલ કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ
(B) પોર્ટેબલ મોબાઈલ ઇમરજન્સી મેડિકલ હોસ્પિટલ
(C) મોબાઈલ વેક્સિનેશન યુનિટ
(D) ડ્રોન આધારિત મેડિકલ સિસ્ટમ

પ્રશ્ન 2. ‘ભીષ્મ ક્યુબ-R300’ કઈ પહેલ અંતર્ગત વિકસાવવામાં આવી છે?

(A) આયુષ્માન ભારત
(B) આરોગ્ય મૈત્રી
(C) ડિજિટલ ઈન્ડિયા
(D) મિશન ઇન્દ્રધનુષ