ABU એવોર્ડ્સ 2026: પ્રસાર ભારતીને બે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર, WAVES OTTની વૈશ્વિક સફળતાનું પ્રદર્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તાજેતરમાં શ્રીલંકાની રાજધાની કોલંબો ખાતે યોજાયેલા 'એશિયા-પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન' (ABU) એવોર્ડ્સ 2026માં ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસારણ ક્ષેત્રે પોતાની પ્રતિભા અને શ્રેષ્ઠતાનો પરિચય કરાવ્યો છે. આ પ્રસંગે ભારતના જાહેર પ્રસારક પ્રસાર ભારતીને બે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા છે.
આ એવોર્ડ્સ 63મી ABU જનરલ એસેમ્બલી અને સંકળાયેલી બેઠકો દરમિયાન એનાયત કરવામાં આવ્યા હતા, જેની આ વર્ષની થીમ “શાંતિ અને માનવતા માટે મીડિયા: સત્ય, વિશ્વાસ અને પરિવર્તન” હતી.
પ્રસાર ભારતીને મળેલા 2 મુખ્ય સન્માન
1. ઓડિયો પબ્લિક સર્વિસ એનાઉન્સમેન્ટ સ્પેશિયલ કમેન્ડેશન
- વિજેતા સંસ્થા: આકાશવાણી બેંગલુરુ.
- કાર્યક્રમનું નામ: 'બીયોન્ડ ધ કોલ'
- સ્વીકારકર્તા: જ્યોતિ દાસ.
2. ABU બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ એક્સેલન્સ એવોર્ડ 2026
- વિજેતા: નોંગમૈથેમ નંદકુમાર સિંહ (એન્જિનિયરિંગ ડાયરેક્ટર, આકાશવાણી ઇમ્ફાલ).
- પ્રદાન: બ્રોડકાસ્ટ ટેકનોલોજી અને નવીનતા ક્ષેત્રે યોગદાન તેમજ સ્વદેશી સોલ્યુશન્સ 'ડીડીપ્લેઆઉટ' અને 'ડીડીસ્લોમો' ના વિકાસ બદલ.
- સવીકારકર્તા: માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારી મિહિર ઝા દ્વારા આ પુરસ્કાર સ્વીકારવામાં આવ્યો હતો.
'WAVES OTT' ડિજિટલ પ્લેટફોર્મની સફળતા
આ કાર્યક્રમ દરમિયાન પ્રસાર ભારતીના મેમ્બર રાજીવ રોય દ્વારા પ્રસાર ભારતીના ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ WAVES OTT નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નવેમ્બર 2026 સુધીમાં 130 થી વધુ દેશોમાં 15 મિલિયન (1.5 કરોડ) થી વધુ રજિસ્ટર્ડ યુઝર્સ અને 19 મિલિયન (1.9 કરોડ) થી વધુ ડાઉનલોડ્સ નોંધાયા છે.
પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: તાજેતરમાં યોજાયેલા 'એશિયા-પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન' (ABU) એવોર્ડ્સ 2026માં ભારતની કઈ સંસ્થાને બે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યાં?
(A) દૂરદર્શન
(B) પ્રસાર ભારતી
(C) પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો
(D) ફિલ્મ્સ ડિવિઝન




