દાહોદના કુશળગઢ-અલીરાજપુર માર્ગ પર કાર,ક્રુઝર અને બાઇકનો ટ્રીપલ એક્સિડન્ટઃ ત્રણના માેત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દાહોદમાંથી પસાર થતા કુશળગઢ-અલીરાજપુર હાઈવે પર કાળી તલાઈ નજીક આજે સાંજે કાર, ક્ઝર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ત્રણના મોત થયા છે.જ્યારે એક યુવકની હાલત ગંભીર છે.
બનાવની વિગતો મુજબ, છાપરી ગામના ૧૫ વર્ષીય યોગેશ ભુરીયા અને ૨૦ વર્ષીય મિલન ભુરીયા બાઈક પર સતી તોરલ હોટલ નજીકથી છાપરી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે મુવાલિયા ગામના ૨૮ વર્ષીય સાગર ચંદ્રસિંહ ડામોર ઇકો કારમાં તેમજ પાવડી ગામના ૪૦ વર્ષીય પ્રકાશભાઈ સમસુભાઈ ભાભોર પણ ક્રુઝરમાં આવી રહ્યા હતા.
આ વખતે હોટલ પાસે ત્રણેય વાહન ધડાકાભેર ભટકાતાં બાઇકમાં આગ લાગી હતી અને બૂમરાણ સાંભળી લોકો દોડી આવ્યા હતા. બનાવને પગલે દાહોદ રૃરલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી બાઈકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયર બ્રિગેડ અને પોલીસે સ્થાનિકોની મદદથી વાહનોમાં ફસાયેલા લોકોને માંડમાંડ બહાર કાઢ્યા હતા.અકસ્માતમાં બંને બાઇક સવાર રસ્તા પર ફંગોળાઇ ગયા હતા.જેમાં મિલન ભુરીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે યોગેશ ભુરીયાને ગંભીર ઈજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. અકસ્માતમાં કાર ચાલક સાગરભાઇ ડામોર અને ક્ઝરમાં સવાર પ્રકાશભાઈ ભાભોરનાં પણ મોત નીપજ્યાં હતા.દાહોદ રૃરલ પોલીસે બનાવ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




