આ કન્યાઓ બનશે આગામી સુપરસ્ટાર્સ?

Updated: Jan 19th, 2023


- સુપરસ્ટાર શાહરુખ ખાનની પુત્રી સુહાના ટૂંક સમયમાં ઝોયા અખ્તરની 'ધ આર્ચીસ'માં જોવા મળશે. બોલિવુડને સુહાના પાસેથી બહુ મોટી અપેક્ષાઓ છે

દર વર્ષે સેંકડો સુંદરીઓ બોલીવૂડમાં કામ કરવા પ્રયાસરત રહે છે. પરંતુ તેમાંથી માંડ આંગળીના વેઢે ગણી શકાય એટલી સૌંદર્યવતીઓને ફિલ્મો મળે છે.આવી જ કેટલીક સ્ટનિંગ અદાકારાઓ આ વર્ષે ૭૦ એમએમના પડદા દ્વારા  કે પછી ઓટીટી પરથી હિન્દી ફિલ્મોદ્યોગમાં પદાર્પણ કરશે. આજે આપણે આ અભિનેત્રીઓ વિશે જાણીએ.

અવિકા ગોર : અવિકા ગોર ટચૂકડા પડદાનું જાણીતું નામ છે. બાળકલાકાર તરીકે ટીવી પર શરૂ કરેલી કારકિર્દી દરમિયાન અવિકાને દર્શકોનો બેહિસાબ પ્રેમ મળ્યો. તેણે તરૂણી તરીકે પણ ધારાવાહિકો કરી. અને હવે તે ફિલ્મોમાં આવવા તૈયાર છે. આ ખૂબસુરત અદાકારાએ સુપરહીટ તેલુગુ ફિલ્મ 'યુયાલા જમ્પાલા' દ્વારા ફિલ્મોમાં પદાર્પણ કરી લીધું છે. પણ હવે તે કૃષ્ણા ભટ્ટની '૧૯૨૦ઃહૉરર્સ ઑફ ધ હાર્ટ' થી હિન્દી ફિલ્મોમાં પણ શુભારંભ કરી રહી છે.

પશ્મિના રોશન : હૃત્વિક રોશનની પિતરાઇ અને સંગીતકાર રાજેશ રોશનની દીકરી પશ્મિના નિપુણ ધર્માધિકારીની 'ઇશ્ક વિશ્ક રીબાઉન્ડ'થી રૂપેરી પડદે ડગ માંડશે.જોકે નેટિઝનો માટે પશ્મિનાનો ચહેરો નવો નથી. સોશ્યલ મીડિયા પર તેના ફોટા બહુ રસપૂર્વક જોવાય છે.

સુહાના ખાન : સુપરસ્ટાર શાહરુખ ખાનની પુત્રી સુહાના ટૂંક સમયમાં ઝોયા અખ્તરની 'ધ આર્ચીસ'માં જોવા મળશે.જોકે  તેની આ મૂવી સીધી ઓટીટી પર રજૂ થવાની છે.બોલીવૂડને સુહાનાથી બહુ મોટી અપેક્ષાઓ છે.હવે જોવું એ રહ્યું કે તે તેમની આશાઓ કેટલા અંશે પૂરી કરી શકે છે.

શનાયા કપૂર : અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા નવોદિત લક્ષ્ય લાલવાણી અને ગુરફતેહ પિરઝાદા સાથે શશાંક ખેતાનની 'બેધડક'થી હિન્દી ફિલ્મોદ્યોગમાં પહેલું ડગલું મૂકશે.જોકે આ ગજબની સુંદર અભિનેત્રી સોશ્યલ મીડિયા પર હંમેશાં છવાયેલી રહે છે તેથી નેટિઝનો માટે તેનો ચહેરો નવો નથી.

શેહનાઝ ગિલ : વિવાદાસ્પદ રીઆલિટી શો 'બિગ બૉસ' શેહનાઝ ગિલને બહુ ફળ્યો છે. તેના નટખટ છતાં નિર્દોષ વ્યક્તિત્વથી સલમાન ખાન એટલો બધો પ્રભાવિત થઇ ગયો  કે તેણે તેને પોતાની પાંખમાં લઇ લીધી. અને  હવે આ અદાકારા સલ્લુ મિંયાની 'કિસી કા ભાઇ કિસી કી જાન'થી હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કરી રહી છે.અલબત્ત, અગાઉ તેણે પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. તદુપરાંત તેણે કેટલાંકવિડિયોઝ પણ આપ્યાં છે.


    Sports

    RECENT NEWS