Chitralok

મોટી વયના હીરો સાથે રોમાન્સ કરવો પડે ત્યારે...

By GS Team
8 Oct 20262 mins read
મોટી વયના હીરો સાથે રોમાન્સ કરવો પડે ત્યારે...
  • મૈં ક્યા કરું રામ મુઝે બુઢ્ઢ્ઢા મિલ ગયા:
  • બોલિવુડમાં અભિનેત્રીઓએ ક્યારેક સ્ક્રિપ્ટની ડિમાન્ડ અનુસાર તો ક્યારે મજબૂરીમાં પોતાના કરતાં ઘણી વધુ વય ધરાવતા અભિનેતાઓ સાથે રોમાન્સ કરવો પડે છે.

આલિયા ભટ્ટ-શાહરૂખ ખાન
ડિયર જિંદગી ફિલ્મમાં શાહરૂખ ખાન ્ને આલિયા ભટ્ટની જોડી જોવા મળી હતી. શાહરૂખ અને આલિયા વચ્ચે ૨૮ વરસની વયનું અંતર છે પરંતુ ા જોડીને ફિલ્મમાં પસંદ કરવામાં આવી હતી.
સોનાક્ષી સિંહા-સલમાન ખાન
સલમાન ખાન મોટા ભાગે પોતાના કરતાં ઘણી નાની વયની અભિનેત્રીઓ સાથે કામ કરવાનું પસંદ કરે છે. દબંગ ફિલ્મમાં સોનાક્ષી સિંહા અને સલમાન ખાનની જોડી જોવા મળી હતી. બન્ને વચ્ચે ૨૨ વરસની વયનું અંતર છે. સોનાક્ષી પોતાના કરતાં ૨૨ વરસ મોટા સલમાન સાથે કામ કરવાનું પસંદ કર્યું હતું. આ જોડી રૂપેરી પડદે રોમાન્સ કરતાં બિલકુલ ખચકાઇ નહોતી.
જિયા ખાન-
અમિતાભ બચ્ચન
નિ:શબ્દ ફિલ્મમાં જિયા ખાને પોતાના કરતા ૪૪ વરસ મોટા અભિનેતા અમિતાભ બચ્ચન સાથે રોમાન્સ કર્યો હતો. સદગત ્ભિનેત્રી અને અભિનેતા વચ્ચેની વયનું અંતર લોકોમાં ચર્ચાને પાત્ર બન્યું હતું.
માધુરી દીક્ષિત-વિનોદ ખન્ના
દયાવાન ફિલ્મમાં માધુરી દીક્ષિતે પોતાના કરતાં વયમાં ૨૦ વરસ મોટા અભિનેતા વિનોદ ખન્ના સાથે કામ કરવાનો નિર્ણય લીધો હતો. તેમના અંતરંગ દ્રશ્યો પણ દર્શકોમાં ચર્ચાને પાત્ર બન્યા હતા.
દિશા પટાણી-સલમાન
ફિલ્મ રાધેમાં દિશા પટાણીએ પોતાના કરતાં ૨૯ વરસ મોટા સલમાન ખાન સાથે જોડી બનાવી હતી. જોકે દર્શકોએ આ જોડીની વયનો તફાવત ધ્યાનમાં લીધો નહોતો અને ફિલ્મને માણી હતી.
વિદ્યા બાલન- નસીરૂદ્દીન શાહ
વિદ્યા બાલને ધ ડર્ટી પિકચરમાં પોતાના કરતાં ૩૯ વરસની વયના અભિનેતા નસીરુદ્દીન સાથે કામ કરીને લોકોને ચોંકાવી દીધા હતા. આ જોડીના રોમેન્ટ્કિ દ્રશ્યો દર્શકોને પસંદ પડયા હતા.
માનુષી છિલ્લર-અક્ષય કુમાર
ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજમાં માનુષી છિલ્લરે પોતાના કરતામ ૨૯ વરસ મોટા વયના અક્ષય કુમાર સાથે કામ કર્યું હતું. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઝાઝું ઉકાળી શકી નહોતી.ા ફિલ્મથી માનુષી છિલ્લરે બોલીવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી આ જોડીએ બડે મિંયા છોટે મિંયામાં પણ સાથ ેકામ કર્યું હતું. ત્યારે તેમની વયમાં ૩૦ વરસનું અંતર હતું.
રકુલ પ્રીત સિંહ- અજય દેવગણ
અજય દેવગણને પોતાના કરતાં ઘણી નાની વયની અભિનેત્રીઓ સાથે જોડી જમાવવાનું પસંદ છે. દે દે પ્યાર દે ફિલ્મમાં અભિનેતાએ રકુલ પ્રીત સિંહ સાથે જોડી જમાવીને રોમાન્સ કર્યો હતો.
સઇ માંજરેકર-સલમાન ખાન
૨૦૧૯માં આવેલી દબંગ ૩માં સઇ માંજરેકરે પોતાન ાકરતા ૩૩ વરસ મોટા સલમાન ખાન સાથે કામ કરવાનો નિર્ણય લીધો હતો. આ જોડીને રૂપેરી પડદે રોમાન્સ કરતાં જોવાનો આનંદ દર્શકોએ માણ્યો હતો.