Chitralok

નવું શું છે?

By GS Team
8 Oct 20262 mins read
નવું શું છે?
  • પરિણીતી ચોપડા પુન: ત્રાટકી છે. આ વખતે 'રિપોર્ટિંગ લાઇવ' નામની ફિલ્મમાં. આ એક થ્રિલર છે. પરિણીતી એક મહત્ત્વાકાંક્ષી રિપોર્ટર બની છે, દેવેન ભોજાણી સિનિયર કેમેરામેન છે. બન્ને સાથે મળીને ખતરનાક માઇનિંગ માફિયાઓનું નેટવર્ક ખુલ્લું પાડે છે. આ ફિલ્મ તમે નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
  • 'પતિ, પત્ની ઔર પંગા'ની પહેલી સિઝન ગમી હતી તમને? તો જાણી લો કે તેની બીજી સિઝનનું આવતી કાલથી જ સ્ટ્રીમિંગ શરૂ થવાનું છે. આ વખતે પણ કેટલાક કપલ ભાગ લેશે, જેમની કમ્પેટિબિલીટી, કેમિસ્ટ્રી વગેરેની ચકાસણી થશે. સોનાલી બેન્દ્ર અને સ્ટેન્ડ અપ કોમિક મુનવ્વર ફારુકી શોના એન્કર છે. આ શો તમે જિયોહોટસ્ટાર પર જોઈ શકશો.
  • જો તમને હોરર ફિલ્મ 'કૅરી' ગમી હશે તો આ મિની સિરીઝ પણ સંભવત: ગમશે. કૅરી એક ઓકવર્ડ ટીનેજર છે, જેને એની મમ્મીએ સ્કૂલે મોકલી નથી, પણ ઘરે ભણાવી છે. મમ્મી ભારે કડક છે, દીકરીને મુઠ્ઠીમાં રાખે છે. કૅરીનો રોલ સમર હોવેલે કર્યો છે, જ્યારે મમ્મીનો રોલ માર્ગારેટ સ્લોયન નામની અભિનેત્રીએ ભજવ્યો છે. આ હોરર શો તમે અમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છે.
  • 'ઇનસાઇડ ધ સર્કલ' એક મેક્સિકન થ્રિયર સિરીઝ છે. ચાર મિત્રો છે અને એક ફેમસ હિરોઈન છે. હિરોઇનનું મર્ડર થઈ જાય છે, ને આ કેસમાં આ ચારેય દોસ્તો ફસાય જાય છે. અહીં એક લીક થયેલો વીડિયોનો એન્ગલ પણ છે. આ શો તમે નેટફ્લિક્સ પણ જોઈ શકો છો.