Chitralok

વેદાંગ રૈના : કાશ્મીરમાં વધુ થિયેટરો અને જીવંત ફિલ્મી કલ્ચરની જરૂર છે

By GS Team
8 Oct 20263 mins read
વેદાંગ રૈના : કાશ્મીરમાં વધુ થિયેટરો અને જીવંત ફિલ્મી કલ્ચરની જરૂર છે

અભિનેતા વેદાંગ રૈના ઈચ્છે છે કે તેની આગામી ટ્રિપ કાશ્મીર માટે હોય, જ્યાં તેની ફિલ્મનું શુટિંગ થવાનું છે. આ ફિલ્મનું લેખન ઇમ્તિયાઝ અલીએ કર્યું છે. આ અભિનેતા તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીરમાંથી પાછો ફર્યો છે, જે તેના મૂળ સમું સ્થળ છે. શ્રીનગરમાં ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'મૈં વાપસ આઉંગા'માં તે સામેલ થવાનો છે. આ ફિલ્મ કાશ્મીરના બદલાતા વાતાવરણ અંગેની ફિલ્મ છે, જે તેનું 'સ્વપ્ન સાકાર થાય' એવી અનુભૂતિ કરાવે એવું છે.
જો તક મળશે તો ઇમ્તિયાઝ અલી મને કાશ્મીર લઈ જશે અને જો તે ફિલ્મના શુટિંગ માટે હશે તો તે વધુ સારું હશે. આનો અર્થ એ થયો કે હું મારો પરિશ્રમ ચરિતાર્થ કરી શકીશ. હું ત્યાં વધુ ને વધુ સમય વિતાવીશ. જો ઇત્મિયાઝ સરે એ ફિલ્મ લખી હશે તો મને તો લાગશે કે મારું સ્વપ્ન સાકાર થયું. જો તેઓ મને ફિલ્મમાં કાસ્ટ કરવાનો નિર્ણય કરશે તો મને આશા છે કે તે એવું કંઈક હશે જે મને ફળ મળતા હોય એવું લાગશે, એમ વેદાંગ રૈનાએ જણાવ્યું હતું.
આ સાથે જ વેદાંગ રૈના સ્વીકારે છે કે અલી આ પ્રદેશને સારી રીતે જાણે છે, ઓળખે છે. તેમના જેટલો સારી રીતે તો હું આ પ્રદેશને જાણતો નથી. એસાચું. મારો આ સ્થળ સાથે કોઈ ઝાઝો સંબંધ નથી, પણ ઇમ્તિયાઝ સર કાશ્મીરને મારા કરતાં વધુ સારી રીતે જાણે છે. તેઓ ત્યાંના નાનામાં નાના સ્થળોથી પણ સારી રીતે વાકેફ છે, એમ તેણે કહ્યું હતું. આ મુલાકાત કાશ્મીરી અભિનેત્રા દ્વારા ખીણની યાત્રા કરવાનો બીજીવારનો સમય હતો. હું કાશ્મીર જવાનું બહારનું ઇચ્છતો હતો અને જ્યારે આ તક મારી પાસે આવી ત્યારે તે મારા માટે એક અદ્ભુત ક્ષણ બની રહી, એમ કહી દેવાંગ ઉમેરે છે, મારા માતાપિતા મને તેમની ફિલ્મમાં લેતા જોઈને સૌથી વધુ ગૌરવ અને ભાવુકતા અનુભવે છે.
૨૬ વર્ષના આ અભિનેતાને તેની ફેસ્ટિવલની મુલાકાત દરમિયાન કાશ્મીરની સિનેમા પ્રત્યેની ભૂખનો પણ પરિચય થયો. ત્યાં ઉજવાતી સિનેમાની સંસ્કૃતિમાં યોગદાન આપવા માટે હું જે કંઈ પણ કરી શકું છું અને હું તે કરવા પણ માગું છું. કારણ કે તે લાંબા સમયથી બાકી છે. કાશ્મીર તો વધુ થિયેટર અને સિનેમા સાથે જોડાણને પાત્ર છે, એમ તેણે ઉમેર્યું હતું. 'મૈં વાપસ આઉંગા'ની થીમને ધ્યાનમાં રાખીને આ ઘરવાપસી મને ઘણી મહત્ત્વપૂર્ણ લાગી, જે વિસ્થાપન અને ઘરે પાછા ફરવાની અદમ્ય ઇચ્છાની આસપાસ ઘુમે છે. તેમણે ખૂબ જ કસોટીજનક ઘટનાનો સામનો કર્યો છે, પછી ભલે તે ભાગલા હોય કે નેવુંના દાયકા (કાશ્મીરી પંડિતો સાથે જે બન્યું) જે કંઈ બન્યું. જ્યારે તે અલગ હતું, બેશક, તરછોડવાની લાગણી-બધુ જ પાછળ રહી જાય છે અને પછી નવેસરથી શરૂઆત કરે છે, એમ રૈનાએ જણાવ્યું હતું.
'જિંગરા' કંઈ ખરાબ ફિલ્મ તો નહોતી. કમસે કમ વેદાંગ તો એવું માને જ છે. એ કહે છે, 'જિગરા' (૨૦૨૪) ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ છાપ છોડી શકી નહીં, પણ તે તો ફિલ્મના આંકડા કેવી રીતે કામ કરે છે તેનો તેમનો પહેલો વાસ્તવિક પરિચય હતો. 'જિગરા' રિલિઝ થયા પછી જ મને બોક્સ ઓફિસ સમજાયું. પહેલા દિવસના આંકડા, બીજા દિવસના આંકડા…, તે કહે છે, આ ફિલ્મે અપેક્ષા મુજબ પ્રદર્શન ન કર્યું. તે હકીકતથી હું નારાજ થઈ ગયો કારણ કે તેનો અર્થ એ થયો કે ફિલ્મને તેના દર્શકો મળ્યા નથી. જો કે આ આંચકાએ મને મારી કારકિર્દીની પસંદગી પર પ્રશ્ન ઉઠાવ્યો નહીં. એવું નહોતું કે આ મારા માટે નથી અને તે બધુ જ મને નહોતું ગમ્યું. વેદાંત રૈના હજુ પણ ફિલ્મ સાથે અડગ રીતે ઊભો છે અને કહે છે કે મને લાગ્યું કે 'જિગરા' ખરાબ ફિલ્મ નહોતી. હું એમ નથી કહેતો કે તે એક સંપૂર્ણ ફિલ્મ હતી, પરંતુ તે ઘણાં પાસાંમાં સારી રીતે બનાવેલી ફિલ્મ હતી, એમ વેદાંગ રૈનાએ ઉમેર્યું હતું.