TV TALK

શેહનાઝ ગિલને ટ્રોલરોની બીક
એમ કહેવાય છે કે સેલિબ્રિટીઓએ એક એક શબ્દ તોળી તોળીને બોલવો જોઈએ. તેમની વાતને લોકો કયા અર્થમાં લેશે તેનો વિચાર સૌથી પહેલા કરવો જોઈએ. પરંતુ થાય છે એવું કે જાણીતી વ્યક્તિઓ જ બાફી મારે છે. અને પછી નેટિઝનોને 'ભાવતું ભોજન' મળી રહે છે. આ બાબતે અભિનેત્રી-ગાયિકા શેહનાઝ ગિલ અચ્છું ઉદાહરણ છે.
તાજેતરમાં જ શેહનાઝ ગિલે થેરપી બાબતે કશોક બફાટ કર્યો અને નેટિઝનો તેના ઉપર તૂટી પડયાં. તેમણે ઓનલાઈન કમેન્ટ્સમાં શેહનાઝને અસંવેદનશીલ કહી, ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય બાબતે. પછીથી શેહનાઝે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેની વાતનો અનર્થ કરવામાં આવ્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે મને હમેશાં ટ્રોલ થવાની બીક રહે છે. વાસ્તવમાં હું મારી વાત યોગ્ય રીતે રજૂ નથી કરી શકતી. હું કહેવા કાંઈક માગતી હોઉં છું અને કહેવાઈ કાંઈક જુદું જાય છે. છેવટે મારી વાતનો જુદો જ અર્થ નીકળે છે અને હું નેટિઝનોની વગોવણીનો શિકાર બનું છું. ક્યારેક તો લોકો બહુ હોંશિયારીપૂર્વક પોતાના શબ્દો મારા મોઢામાં મૂકી દેતાં હોય છે. અને હું સમજ્યા વિના તેમની વાત મારા મુખેથી બોલી નાખું છું અને છેવટે ટ્રોલ થાઉં છું.
અદાકારા-ગાયિકા વધુમાં કહે છે કે આ કારણે જ હું પ્રસાર માધ્યમોને ઇન્ટરવ્યુ આપતાં પણ ખચકાઉં છું. તેમની સાથે વાત કરતી વખતે અર્થનો અનર્થ ન થાય એવી ચિંતા મને સતત સતાવતી રહે છે. અને જ્યારે લોકો મને વગોવે છે ત્યારે હું વિચલિત થઈ જાઉં છું.
અત્રે ઉલ્લેખનીય છે કે શેહનાઝ પંજાબી ફિલ્મોમાં ખાસ્સી લોકપ્રિય છે. તાજેતરમાં જ તેની રોમાંટિક ફિલ્મ ઇશ્કનામા રજૂ થઈ છે.
ફિલ્મોની પસંદગી કરવામાં હું ઉતાવળ નહીં કરું: અવિકા ગૌર
અવિકા ગૌરે બાલિકા બધૂ સીરિયલમાં આનંદીનું પાત્ર ભજવીને લોકોમાં દિલમાં સ્થાન મેળવી લેવામાં સફળ થઇહતી. આ પછી પણ તેણે રિયાલિટા શો અને ફિલ્મોમાં કામ કર્યા છે. આજે પણ તે ફિલ્મોમાં પાત્રની પસંદગી પ્રત્યે ઉતાવળ કરવામાં માંગતી નથી. તે એક પંજાબી મ્યુઝિક વીડિયોમાંં પણ જોવા મળી હતી. ટેલિવિઝનની સીરિયલો માટે પણ તેની વાતચીત ચાલી રહી હોવાની ચર્ચા છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું હતું કે, તેને રૂપેરી પડદા પર કોઇ ઓબેજ્ક્ટની માફક દેખાવામાં રસ નથી. તે હવે પોતાના પાત્રની પસંદગીમા ંજાગૃત થઇ ગઇ છે. તેને એવા પાત્રો કરવામાં હવે રસ છે દજેમાં અભિનય કરવાની તક મળે,એક કલાકાર તરીકે તે ફિલ્મોની સ્ક્રિપ્ટની પસંદગી પ્રત્યે પણ પૂરતું ધ્યાન આપે છે. તેને ફિલ્મમાં ફક્ત ફર્નીચરની માફક દેખાવામાં રસ નથી. હવેથી તે ફિલ્મનો વિષય, સ્ક્રિપ્ટ અને પાત્ર ક્યું છે તે બાબતો પર પૂરતું ધ્યાન આપશે.
બે દાયકા પછી પણ તેને લોકો આજે આનંદીના પાત્ર તરીકે યાદ કરે છે તે બાબતે તેણે દર્શકોનો આભાર માન્યો હતો. અભિનેત્રીએ કહ્યં હતું કે, દર્શકો આજે પણ મને બાલિકા બધૂની આનંદી તરીકે ઓળખે છે તે મારા માટે ગર્વ છે. અભિનેત્રી એ ૧ ઓગસ્ટથી ખતરકોં કે ખિલાડી રિયાલિટી શોનું શૂટિંગ શરૂ કરી દીધું હતુંતેને જોખમી સ્ટંટ દ્રશ્યોનો હિસ્સો થવો પસંદ છેઆ સોને અવકિ ગોર પડકારરૂપ ગણાવે છે. . તેણે આ ૨૦૦૯માં આ શોની ૯ની સીઝનમાં પણ હિસ્સો લીધો હતો.
સઈ તામ્હણકર આજે મોં માગ્યા દામ મેળવવાની પોઝિશનમાં
દીપિકા પદુકોણ સહિત કેટલીક નીડર અભિનેત્રીઓ બોલિવુડમાં પે પેરિટી (પુરુષ અને સ્ત્રને ફીની સમાન ચુકવણી)ની માગણી કરતી આવી છે. એમાં મરાઠી અભિનેત્રી સઈ તામ્હણકર પણ સુર પુરાવતી આવી છે. એનો એવો તર્ક છે કે એક્ટરને એ પુરુષ છે કે સ્ત્રી એના આધારે નહિ પણ એ ફિલ્મમાં કેવું પરફોર્મન્સ આપી શકે છે એના બેસિસ પર પ્રાઈસ ચુકવવી જોઈએ.
જેન્ડર પે પેરિટી લાંબા અરસાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી ચર્ચિત વિષય રહ્યો છે. તામ્હણકરના મતે આ ચર્ચાના કેન્દ્રમાં એક એક્ટરની પ્રતિભા પ્રમાણે એને વળતર મળવું જોઈએ. આવી ડિબેટ એક્ટરને એની પાત્રતા મુજબ પૈસા માગવાનો આત્મવિશ્વાસ આપતી હોય છે. 'તમે જો એકધારુ સારુ પરફોર્મન્સ આપો તો કોઈ પ્રોજેક્ટમાં તમારા પ્રદાનની પોજિશનમાં છું કે હું જેટલા ડિઝર્વ કરું છું. ફિલ્મના શુટિંગથી લઈને એની રિલિઝ સુધી હું એની સાથે જોડાયેલી રહીશ. આવી પ્રતિષ્ઠા જમાવતા મને લાંબો સમય લાગ્યો પણ મારી મહેનત વસુલ છે,' એમ મુંબઈની મરાઠી અભિનેત્રી કહે છે. ૪૦ વરસની એકટ્રેસ હિન્દી ફિલ્મો અને 'મટકા કિંગ' જેવા વેબ શોઝ કરીને જાણીતી થઈ હોવા છતાં એ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પણ દિલથી જોડાયેલી છે. મરાઠી ફિલ્મ 'સાબર બોન્દા'ના એક્ઝિક્યુટીવ પ્રોડયુસર્સમાં સઈ પણ સામેલ હતી. ઘણાનો એવો દાવો છે કે મરાઠી ફિલ્મો છેલ્લા અમુક વરસોથી દર્શકોને આકર્ષવા આકરો સંઘર્ષ કરી રહી છે. એ વિશે તામ્હણકરનો જુદો દ્રષ્ટિકોણ છે, 'જો તમારી ફિલ્મનું કન્ટેન્ટ અફલાતુન હશે તો એ જોવા દર્શકો થિયેટરોમાં આવવાના જ છે. મને લાગે છે કે અમે લોકોને સિમેમાઘરોમાં લાવી શકીએ છીએ એ જ વખાણવા જેવું છે. એનો આપણે આનંદ લેવો જોઈએ. વળી, નવા ફિલ્મમેકર્સના કામની પ્રશંસા થઈ રહી છે, જે એક પોઝિટીવ સંકેત છે. આવી સફળતાને લાંબા સમય સુધી જાળવી રાખવા મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એકતાની જરૂર છે.'




