Chitralok

ટેલર સ્વિફ્ટે પાછો ઇતિહાસ રચ્યો...

By GS Team
8 Oct 20261 min read
ટેલર સ્વિફ્ટે પાછો ઇતિહાસ રચ્યો...

હોલિવુડ અને વૈશ્વિક સંગીત જગતમાં ટેલર સ્વિફ્ટનું નામ ફરી એકવાર ગૂંજી રહ્યું છે. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાયેલા એમટીવી વિડીયો મ્યુઝિક એવોર્ડ્સમાં સ્વિફ્ટે બિયોન્સેના ૩૦ એવોર્ડ્સના રેકોર્ડને પાછળ છોડીને કુલ ૩૩ એવોર્ડ્સ સાથે નવો ઇતિહાસ રચ્યો છે. સ્વિફ્ટે 'ધી ફેટ ઓફ ઓફેલિયા' માટે મળેલો એવોર્ડ સદગત ડોલી પાર્ટનને અર્પણ કર્યો હતો.
આ વર્ષે સ્વિફ્ટને 'ધી ફેટ ઓફ ઓફેલિયા' માટે 'વિડીયો ઓફ ધી યર' અને 'ઓપેલાઈટ' માટે શ્રે દિગ્દર્શનનો એવોર્ડ મળ્યો. આ ઉપરાંત, વિઝયુઅલ સ્ટોરીટેલિંગમાં તેના પ્રદાન બદલ તેને પ્રથમ વખત આપવામાં આવેલા 'આટસ્ટ ડિરેક્ટર ઓનર્સ'થી નવાજવામાં આવી. અગાઉ પણ તેણે 'ધી મેન', 'કાડગન', 'વિલો', 'ઓલ ટૂ વેલ: ધી શોર્ટ ફિલ્મ', 'એન્ટી-હીરો', 'બેજવેલ્ડ' અને 'ફોર્ટનાઈટ' જેવા વિડીયોઝનું સફળતાપૂર્વક દિગ્દર્શન કર્યું છે.
સ્વિફ્ટના તાજેતરના આલ્બમ 'ધી લાઈફ ઓફ એ શોગર્લ'ના તમામ બાર ગીતોએ બિલબોર્ડ હોટ ૧૦૦ના પ્રથમ બાર સ્થાનો મેળવ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૨૬માં તેણે મેક્સ માટન અને શેલબેક સાથે મળીને આ આલ્બમનું વિસ્તૃત સંસ્કરણ 'ધી લાઈફ ઓફ એ શોગર્લ: ધી એન્કોર' રજૂ કર્યું. જેમાં ચાર નવાં ગીતો ઉમેરાયાં. સમારોહ દરમિયાન ડાકોટા જોનસન, કોલિન ફેરેલ અને કારા ડેલવિન્ગને અભિનીત 'પેશન્ટ ઝીરો'નો વિડીયો પણ રિલીઝ કરાયો હતો.
ગીતલેખન, નિર્માણ અને સિનેમેટિક દિગ્દર્શનના અદભુત સમન્વય સાથે ટેલર સ્વિફ્ટ માત્ર એક પોપ સ્ટાર ન રહેતાં સમગ્ર વૈશ્વિક મનોરંજન જગતનું સૌથી મોટું નામ બનીને ઊભરી આવી છે.