Chitralok

SOCIAL સર્કલ

By GS Team
8 Oct 20263 mins read
SOCIAL સર્કલ

સેલ્યુટ, કેપ્ટન સ્મિત!

સિનિયર એક્ટર પીયૂષ મિશ્રાએ સોશિયલ મિડીયા પર એક વિડીયો પોસ્ટ મૂકીને નસીરુદ્દીન શાહને ખૂબ ખરી-ખોટી સંભળાવી તે વાત તમારા સુધી પહોંચી કે નહીં? ન પહોંચી હોય તો હવે જાણી લો. પીયૂષ મિશ્રાએ કહ્યુ: નસીરસાબ, તમે અભિજીત દિપ્કેને બિરદાવવા તો સદેહે પહોંચી ગયા હતા, પણ જ્યારે ઝારખંડના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા, ત્યારે એમની મદદ કરવાના નામે કેમ તમે કંઈ ન કર્યું? કેમ ફક્ત સમજાય નહીં એવી એકાદી ઉર્દૂ શાયરી ઠપકારીને વાત પૂરી કરી નાખી હતી? ખૂબ વાઇરલ થયેલા વીડિયો મેસેજમાં પીયૂષજી એમ તો ઘણું બોલ્યા છે અને છેલ્લે ચીમકી પણ આપી છે કે નસીરુદ્દીન શાહ, જ્યારે જ્યારે તમે આવું દંભી અને સિલેક્ટિવ વર્તન કરશો ત્યારે હું તમને ઉઘાડા જરૂર પાડીશ! વેલ, વેલ… બીજી બાજુ આપણા ફિલ્મી હીરોલોગની વાચા મોડી તો મોડી પણ ફૂટી ખરી. સલમાન અને શાહરૂખ બન્નેએ અસલી હીરો કેપ્ટન સ્મિત મચ્છરની અસાધારણ બહાદૂરીને સોશિયલ મિડીયા પર બિરદાવી છે. બન્ને ખાનબંધુઓ સ્મિતભાઈને વહાલપૂર્વક આલિંગનબદ્ધ કર્યા હોય તે તસવીર અફ કોર્સ, એઆઈ-જનરેટેડ છે, જે સોશિયલ મિડીયા પર વાઈરલ થઈ છે. ક્યારેક કૃત્રિમ તસવીરો પણ જોવી ગમતી હોય છે, નહીં?

હૃતિક રોશન ૦૦૭: સુંદર, સસ્તા, ટિકાઉ

એઆઇ-જનરેડેટ ઇમેજીસની વાત થઈ રહી છે તો ભેગાભેગી આ તસવીરો પણ જોઈ લો. ડાબી તસવીરમાં 'સુપરમેન'નો રોલ કરીને વર્લ્ડફેમસ થઈ ગયેલો હેનરી કેવિલ છે - જેમ્સ બોન્ડના ગેટઅપમાં. નેક્સ્ટ જેમ્સ બોન્ડની ફિલ્મ માટે હેનરી કેવિલનું લગભગ પાકું છે એવી વાત સોશિયલ મિડીયા પર ચર્ચાઈ રહી છે. દર બે-ત્રણ વર્ષે આ પ્રકારના ન્યુઝનું ઘોડાપૂર આવતું છે: કહો જોઉં, નેક્સ્ટ જેમ્સ બોન્ડ કયો હીરો બનશે? ફલાણો કે ઢીંકણો? ને પછી સંભવિત પાંચ-છ દાવેદારોનું લિસ્ટ આપ્યું હોય. આ એક સફળ પીઆર એક્સરસાઇઝ છે. અમે જેમ્સ બોન્ડવાળાઓને કહીએ છીએ કે એલાવ, અમારા હૃતિક રોશન પર તમારી નજર કાં પડતી નથી? આવો રૂડોરૂપાળો, છ ફૂટીયો, ગ્રીડ ગોડ જેવો દેખાતો, નીલી નીલી આંખોવાળો, ઈન્ટરનેશનલ લૂક ધરાવતો ને પાછો એક્શન સીન્સમાં પણ અતિ હુશિયાર એવો આવો સુંદર, સસ્તો (હોલિવુડ સ્ટાર્સની તુલનામાં હૃતિક તો સોંઘો જ કહેવાને!) ઔર ટિકાઉ જેમ્સ બોન્ડ તમને બીજે ક્યાં મળવાનો? હા, છ આંગળીઓનો પ્રશ્ન ઊભો રહે ખરો, પણ એ તો તમે એઆઈથી દૂર કરી નાખજોને! અમને તો પાંચ આગંળીવાળો હૃતિક પણ એટલો જ વહાલો લાગશે. શું કહો છો?

હેપી બર્થ ડે ઇન એડવાન્સ, બિગ બી!

આ નોસ્ટેલ્જિક તસવીર જુઓ, જે ખુદ અમિતાભ બચ્ચને શેર કરી છે. તસવીરમાં એમની સાથે એમના અને આપણા સૌના ફેવરિટ ડિરેક્ટર મનમોહન દેસાઈ પણ છે. મનમોહન દેસાઈએ આખી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શીખવ્યું છે કે હાડોહાડ મસાલા ફિલ્મો પૂરેપૂરા કન્વિક્શન સાથે કેવી રીતે બનાવાય. બાય ધ વે, ૧૧ ઓક્ટોબરે અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. એમને એડવાન્સમાં જ 'હેપી બર્થડે અમિતજી… વી લવ યુ…' કહી દઈએ?