Chitralok

શેહનાઝ ગિલ : 'અમુક વસ્તુઓ ન થાય એમાં જ ભલાઈ હોય છે...'

By GS Team
8 Oct 20262 mins read
શેહનાઝ ગિલ : 'અમુક વસ્તુઓ ન થાય એમાં જ ભલાઈ હોય છે...'
  • શેહનાઝ ગિલે ચાર વર્ષ પહેલા સાજિદ ખાન સાથે એક ફિલ્મ બનાવવાની ઘોષણા કરી હતી, જેમાં જ્હોન અબ્રાહમ, રિતેશ દેશમુખ અને નોરા ફતેહી હતાં, પણ હજુ આ ફિલ્મ બનવાની દિશામાં કશુંય નક્કર નથી થયું.

ઘણીવાર નસીબ ખૂબ જ ભયજનક વળાંક લે છે અને તે એવું ખરાબ કરે છે કે તે સુધરવાનું નામ જ નથી લેતું. શેહનાઝ ગિલે ચાર વર્ષ પહેલા સાજિદ ખાન સાથે ૧૦૦ ટકા એક ફિલ્મ બનાવવાની ઘોષણા કરી હતી, જેમાં જ્હોન અબ્રાહમ, રિતેશ દેશમુખ અને નોરા ફતેહી હતા, પણ હજુ આ ફિલ્મ બનવાની દિશામાં કશુંય નક્કર નથી થયું. આ સંદર્ભે જ શેહનાઝ ગિલ કહે છે, જ્યાં સુધી તમારા પ્રોજેક્ટ્સ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તે માટે કશું બોલો જ નહીં એવું મેં શીખી લીધું છે.
આ સંદર્ભે શેહનાઝ ગિલ ઉમેરે છે, હું આ બધી બાબતોને વધુ ગંભીરતાથી લેતી નથી, મને લાગે છે કે જે થયું તે સારું થયું, અમુક બાબતો ન થવામાંજ ભલાઈ છે, જ્યાં સુધી તમારો પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી ત્યાં સુધી તે વિષે ના વિચારવું જોઈએ કારણ કે ક્યારે પણ કંઈ પણ થઈ શકે
શેહનાઝ ગિલે ભૂતકાળમાં વ્યક્તિગત સમીકરણોને કારણે સાવ મફતમાં કામ કરવાની પણ વાત કરી હતી, પરંતુ તે બદલાઈ ગયું છે. જ્યારે તમે તમારી મહેનતના પૈસા કમાઓ છો તે જ વિશેષ છે કોઈ તમને ગંભીરતાથી નહીં લે, પરંતુ એક મુદ્દા પછી તમારે કહેવું પડશે કે ના, ક્યોં કી પૈસે કી બાત નહીં, ઇજ્જત કી બાત હૈ.
શેહનાઝની છેલ્લી ફિલ્મ ૨૦૨૩માં રિલિઝ થઈ હતી, જેનું નામ 'થેન્ક્યૂ ફોર કમિંગ' હતું અને ગિલ કહે છે કે તે હવે વધુ મજબૂત ભાગો-હિસ્સાની રાહ જોઈ રહી છે. મને મુખ્ય ભૂમિકાઓ જ ન મળી જે મળી તે મહત્ત્વની નહોતી આથી મેં મારી જાત સાથે નિરાંતે બેઠી અને મારી જાતને કહ્યું કે ભાષાને ધ્યાનમાં લીધા વિના મને જે યોગ્ય લાગે તે મુજબ પસંદગી કરું.
'સિંઘ વર્સેસ કૌર-૨'માં ગિપ્પી ગ્રેવાલ સાથે કામ કરવાથી મને પણ દિગ્દર્શનમાં રસ જાગ્યો છે. લોગોને બોલા કી મૈં અચ્છી દિગ્દર્શક બન શકતી હું… તો જબ મૈં ૫૦-૬૦ સાલ કી હો જાઉંગી, તબ કર લુંગી દિગ્દર્શન, એમ શેહનાઝે હસતા હસતા જણાવ્યું.