For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ક્રુ'ની એક્ટર ત્રિપુટી પર પ્રીતિ ઝિન્ટા વારી ગઈ

Updated: Apr 25th, 2024

'ક્રુ'ની એક્ટર ત્રિપુટી પર પ્રીતિ ઝિન્ટા વારી ગઈ

- ખુલ્લા દિલે, કોઈ છૂપા એજન્ડા વગર અન્યોની જાહેરમાં પ્રશંસા કરી શકવી એ એક ગુણ છે. પ્રીતિમાં આ ગુણ ઠાંસીઠાંસીને ભર્યો છે

પ્રીતિ ઝિન્ટા એક ખુલ્લા દિલની વ્યક્તિ છે. એ સારાને સારું કહેવામાં ક્યારેક સંકોચ નથી કરતી. પોતાની બહુ નજીક ન હોય એવી વ્યક્તિના ગુડ વર્કને પણ એ વખાણી જાણે છે. આઈપીએલ માટે હાલ યુએસથી ભારત આવેલી પ્રીતિએ તબુ, કરીના કપૂર ખાન અને ક્રીતિ સેનનની લેટેસ્ટ રિલિઝ 'ક્રુ'ની પ્રશંસા કરીને એ વાતનો પુરાવો આપ્યો છે. રિયા અને અનિલ કપૂર તથા એકતા અને શોભા કપૂરના પ્રોડક્શન બેનરની ફિલ્મ 'ક્રુ' જોયા બાદ તરત ઝિન્ટાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એનું પોસ્ટર મૂકી પોઝિટિવ કમેન્ટ્સ કરી. કમેન્ટ્સ વાંચીને કોઈને પણ લાગે કે પ્રીતિ રીતસર તબુ, કરીના અને ક્રીતિની ત્રિપુટી પર સમરકંદ બુખારા ઓવારી ગઈ છે. 'સુપર ટેલેન્ટેડ અને ગોર્જિયસ ટ્રાયો તબુ, કરીના અને ક્રીતિની બ્યુટિફુલ મૂવી થિયેટરમાં જોવાની બહુ પડી. હું સારું એવું હસી અને ફિલ્મની દરેક મૂમેન્ટ માણી. આવી જોયરાઇડ માટે 'ક્રુ'ની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ત્રણ મહિલાની આ ફની સ્ટોરી સિનેમાઘરમાં જઈ એન્જોય કરવા જેવી છે,' એમ પ્રીતિએ પોતાની પોસ્ટમાં લખ્યું છે. 'ક્રુ'માં ત્રણેય હીરોઈનો એર હોસ્ટેસની ભૂમિકામાં છે. કૉમેડી ફિલ્મમાં દલજિત દોસાંજ અને કપિલ શર્મા પણ મહત્ત્વના રોલમાં છે.

Gujarat