Chitralok

પરિણીતી ચોપરા : મા બનવાથી કરીઅર અટકી શા માટે પડે?

By GS Team
8 Oct 20263 mins read
પરિણીતી ચોપરા : મા બનવાથી કરીઅર અટકી શા માટે પડે?
  • વેબ સીરિઝ 'શક : ટ્રસ્ટ નો વન'માં પરિણીતી ચોપડાએ ઘણાં એક્શન સીન્સ કર્યાં છે. આ શોનું શૂટિંગ કર્યું ત્યારે તે ગર્ભવતી હતી.

હિન્દી ફિલ્મોદ્યોગમાં એક જમાનામાં અભિનેત્રીઓ પોતાના લગ્ન થઈ ગયા હોવાની વાત છુપાવતી હતી. ધીમે ધીમે પરિણીત અદાકારાઓને કામ મળવા લાગતાં એ જૂની માન્યતા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું કે લગ્ન પછી કોઈ અભિનેત્રી અચાનક એટલી વયસ્ક નથી થઈ જતી કે તે હિરોઈન તરીકે કામ ન કરી શકે. જોકે પરિણીત સુંદરીઓ સામે એક નવી વિડંબણા ઊભી થઈ હતી કે તેઓ માતા બને એટલે તેમની કારકિર્દીનો અંત આવી જતો. પરંતુ હવે એ વિચારસરણી પણ જૂનવાણી સાબિત થઈ ચૂકી છે.
પરિણીતી ચોપરાની વેબ સિરીઝ 'શક: ટ્રસ્ટ નો વન' થોડા દિવસો પહેલાં રજૂ થઈ. આ સિરીઝમાં પરિણીતીએ ઘણાં દમદાર એક્શન દ્રશ્યો આપ્યાં છે. મહત્વની વાત એ છે કે તેણે જ્યારે આ શોનું શૂટિંગ કર્યું ત્યારે તે ગર્ભવતી હતી. આમ છતાં સિરીઝના સર્જકોએ તેને પ્રોજેક્ટમાંથી બહાર નહોતી કરી. અભિનેત્રી આ વાતનો સ્વીકાર કરતાં ખુશી વ્યક્ત કરે છે, 'હવે એ સમય વીતી ગયો છે જ્યારે બાળકને જન્મ આપ્યા પછી અભિનેત્રીને લીડ રોલ મળતાં બંધ થઈ જયા. છેલ્લાં કેટલાંક વરસોમાં આલિયા ભટ્ટ, કરીના કપૂર, દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપડા જેવી ટોચની અભિનેત્રીઓએ પુરવાર કરી બતાવ્યું છે કે માતૃત્વ ક્યારેય સફળ કારકિર્દીમાં અડચણરૂપ બની શકતું નથી.
પરિણીતીએ ઉમેર્યું કે 'મેં પણ 'શક: ટ્રસ્ટ નો વન'નું શૂટિંગ ગર્ભાવસ્થા દરમિયાન જ પૂરું કર્યું હતું. આ મારી સૌપ્રથમ ઓટીટી સિરીઝ હતી અને હું તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકી તેનો તમામ શ્રેય તેના સર્જકો સિદ્ધાર્થ અને સપના મલ્હોત્રાને ફાળે જાય છે. મેં તેમની સાથે મારી ગર્ભાવસ્થા બાબતે પેટછૂટી વાત કરી હતી અને તેઓ મને સંપૂર્ણ સપોર્ટ આપવા તૈયાર થઈ ગયા હતા.ધ તેમની સાથે થયેલી ચર્ચા વિશે પરિણીતી જણાવે છે કે, 'મેં તેમને સ્પષ્ટ કહ્યું હતું કે મારે હવે ચોક્કસ બાબતોમાં સાવધાની રાખવી પડશે અને અમુક જોખમી કામ કરવાનું ટાળવું પડશે. મેં આ વાત કરી કે તરત જ તેઓ મારી પૂરતી કાળજી લેવા કયાં પગલાં ભરવાં તે અંગે વિચારવા લાગ્યા. તેમણે તુરંત દિગ્દર્શક રેન્સિલ ડિ'સિલ્વા સાથે વાત કરી. મારે શોમાં ઘણાં એક્શન દ્રશ્યો કરવાનાં હતાં, જેથી મારા ગર્ભસ્થ શિશુને સહેજેય હાનિ ન પહોંચે તેની પૂરેપૂરી તકેદારી સાથે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.ધ
જોકે પરિણીતી એ કડવી વાસ્તવિકતા ઉજાગર કરવાનું પણ નહોતી ચૂકી કે આજે પણ કેટલાક ફિલ્મ સર્જકો ગર્ભવતી કે માતા બનેલી અભિનેત્રીઓ સાથે એવું વિચિત્ર વર્તન કરે છે જાણે તેમણે માતૃત્વ સ્વીકારીને કોઈ મોટો ગુનો કર્યો હોય!
અદાકારાએ એ વાતની પણ ખાસ નોંધ લીધી કે દર્શકોને માતા બનેલી અભિનેત્રીઓને મુખ્ય પાત્રમાં જોવા સામે લેશમાત્ર વાંધો નથી હોતો. દર્શકો એક-બે સંતાનોની માતા બની ગયેલી અદાકારાઓની ફિલ્મોને પણ એટલા જ ઉત્સાહ અને પ્રેમથી આવકારે છે, જેટલા પ્રેમથી તેઓ તે અભિનેત્રી કુંવારી હતી ત્યારે આવકારતા હતા. જો ગર્ભવતી કે માતા બની ચૂકેલી મહિલા અગાઉની જેમ જ અન્ય તમામ ક્ષેત્રોમાં સક્ષમતાપૂર્વક કામ કરી શકતી હોય, તો કેમેરા સામે કેમ નહીં? વાસ્તવમાં માતૃત્વને અને ીની કાર્યક્ષમતા કે કારકિર્દીને કોઈ નકારાત્મક લેવાદેવા નથી. પરિણીતી ચોપડા આ અઠવાડિયે 'રિપોર્ટિંગ લાઇવ' નામની થ્રિલર ફિલ્મમાં દેખાઈ છે, ઓટીટી પર, તે પણ નોંધી લો.