નવી ફિલ્મ, નવી ઓળખ, માતૃત્વ અને કલ્કી કોચલીન
- 'ગોલ્ડ ફિશ' ફિલ્મમાં ગૂંચવાયેલી ઓળખ ધરાવતું કલ્કીનું પાત્ર પોતાના પિતા પાસેથી મળેલા બ્રિટિશ વારસા પર ગર્વ કરે છે અને પોતાનામાં રહેલી ભારતીયતાને ધિક્કારે છે.
એ ક રસપ્રદ કહી શકાય તેવા સિનેમેટીક સાહસમાં કલ્કી કોચલીને પુશાન ક્રિપલાની દ્વારા દિગ્દર્શીત ફિલ્મ ગોલ્ડફીશમાં દીપ્તી નવલની પુત્રી અનામિકાનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં લંડનની અસલી ઓળખની પૃષ્ઠભૂમિ સાથે કરૂણતા અને રમૂજને સાંકળે છે.
કલ્કીને માતૃત્વ અને કલાત્મક સંતોષની બમણી ખુશી મળી છે. તેણે આ ખુશી શેર કરતા કહ્યું કે હું માતૃત્વને માણી રહી છું. તેમાં કોઈ સ્પર્ધા ન હોવા છતાં આ ક્રિયા ઘણી તણાવપૂર્ણ પણ છે. કલ્કી કહે છે કે તેના જીવનનો આ તબક્કો ફિલ્મોની સ્ક્રિપ્ટ પ્રત્યે તેના ચીવટભર્યા અભિગમ સાથે સુસંગત છે. કલ્કી હમેંશા સ્ક્રિપ્ટ બાબતે ચોક્કસ રહી છે. તેણે આ તક તેની પુત્રી સાફો તેના જીવનનો મહત્વનો હિસ્સો બની તેના અગાઉ જ ઓળખી લીધી હતી અને પોતાના માટે ખરા અર્થમાં સુસંગત હોય તેવા જ પ્રોજેક્ટને સમર્પિત કરી. તેનો આ નિર્ણય તેની તાજેતરની ફિલ્મોની પસંદગીમાં ઝળકે છે.
રોલની પસંદગી વિશે વિસ્તૃતપણે ચર્ચા કરતા કલ્કીએ કહ્યું કે તે ગોલ્ડફીશના જકડી નાખનારા કથાનક તરફ આકર્ષાઈ હતી. કલ્કીએ ડીમેન્શિયાથી પીડાતી માતા અને તેની બેફિકર પુત્રી વચ્ચેના સંબંધના ચિત્રણમાં પટકથાની ક્ષમતાની ભારોભાર પ્રશંસા કરી.
પટકથામાં ગંભીરતા અને હળવાશ બંને પળો ભરપૂર પ્રમાણમાં છે જે લાગણીઓનું અનોખું મિશ્રણ રજૂ કરે છે. કલ્કી અનામિકાનું પાત્ર ભજવે છે. ગૂંચવાયેલી ઓળખ ધરાવતી આ યુવતીને પોતાના પિતા પાસેથી મળેલા બ્રિટિશ વારસા પર ગર્વ છે અને પોતાનામાં રહેલી ભારતીયતાને તે ધિક્કારે છે. ભિન્ન વ્યક્તિત્વને સાંકળીને વિસંગતી ધરાવતાં પાત્રોને એક જ ફ્રેમમાં લાવવાથી ફિલ્મનો વણાટ વધુ દ્રઢ બને છે.
આ ફિલ્મ સાથે કલ્કીને વ્યક્તિગત સંબંધ પણ છે. ફિલ્મની રજૂઆત તેના ભૂતપૂર્વ પતિ અને વિખ્યાત ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપે કરી છે. છૂટાછેડા પછીના પોતાના જીવન વિશે કલ્કી કહે છે કે અમે અલગ થયા પછી અમે પરસ્પર વધુ સન્માન જાળવીએ છીએ. અમે બંને છૂટાછેડા પછી પોતાના પથ પર આગળ વધી રહ્યાં છીએ.
કલ્કી માને છે કે ઓટીટી મંચના ઉદ્ભવ દ્વારા સિનેમેટીક વ્યાપમાં વધારો થવાથી કલાકારના રચનાત્મક સંતોષને નવું પરિમાણ મળ્યું છે. કલ્કીના મતે કથાનકની મૌલિકતામાં ઘણો સુધારો થયો છે, પણ હજી ઘણું કરવાનું બાકી છે. ઓટીટી મંચ માટે તેનો ઉત્સાહ મેઇડ ઈન હેવન ટુ અને સેક્રેડ ગેમ્સ જેવી લોકપ્રિય સીરીઝથી વધુ પ્રબળ બન્યો છે.
કારકિર્દી જેમ જેમ વિસ્તરતી જાય છે તેમ કલ્કીને એક માધ્યમ તરીકે ઓટીટી વધુ સુસંગત જણાઈ રહ્યું છે. દર્શકોને જકડી રાખતા કથાનક પ્રત્યે કટિબદ્ધ કલ્કી હવે સિદ્ધાંત ચતુર્વેદી સાથેના અને લોકપ્રિય જોડી ઝોયા અખ્તર તેમજ રીમા કાગતીના આગામી પ્રોજેક્ટ ખો ગયે હમ કહાંમાં દેખાશે.
ગતિશીલ ભૂમિકાઓ અને સતત વિકસતા માધ્યમની દુનિયામાં કલ્કી કોચલીનની સફર અર્થસભર પ્રોજેક્ટ્સ, માતૃત્વ અને ક્રિયેટિવિટીની વચ્ચે નિરંતર ચાલી રહી છે.