મિનિશા લામ્બા : મેં કંઈ ઈરાદાપૂર્વક બ્રેક લીધો નહોતો
- 'મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે હું ક્યારેય રંગમંચ પર પણ અભિનય કરીશ. જ્યારે મેં પહેલીવાર 'મિરર મિરર'ની ૭૫ પાનાની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે હું દંગ થઈ ગઈ હતી.'
મિનિષા લામ્બાએ હિન્દી ફિલ્મોમાં કામ કરી સારી એવી પ્રતિષ્ઠા મેળવી છે. તેણે ૨૦૦૬માં 'યહાં' નામની ફિલ્મ કારકિર્દીનો પ્રારંભ કર્યો અને એ પછી તો 'કોર્પોરેટ' (૨૦૦૬), 'હનિમૂન ટ્રાવેલ્સ પ્રા.લિ. (૨૦૦૭) 'બચના એય હસીનો' (૨૦૦૮), 'વેલ ડન અબ્બા' ( ૨૦૧૦) અને 'ભેજાફ્રાય-૨' (૨૦૧૧). આવી ફિલ્મો કર્યા પછી તે ૨૦૧૪માં રિયાલિટી શો બિગ બોસ- આઠમાં ભાગ લીધો. આ પછી મિનિશા લામ્બા હિન્દી ફિલ્મોથી દૂર હટી ગઈ.
જોકે આ દરમિયાન તેણે ૨૦૧૯માં 'મિરર મિરર' નાટક દ્વારા રંગભૂમિ પર.... કર્યું. તેની શો-બિઝની જર્ની તો બધાને ખબર જ હતી. પણ રંગભૂમિ પ્રત્યેનો તેનો પ્રેમ અનોખો હતો. આ સંદર્ભે જ મિનિષા લામ્બા કહે છે, 'યે ક્યારેય એવું વિચાર્યું નહોતું કે હું થિયેટર કરીશ. જ્યારે મેં પહેલીવાર 'મિરર મિરર'ની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે હું દંગ થઈ ગઈ કે ૭૫ પાનાની સ્ક્રિપ્ટ હતી, જેમાં એક કલાકાર અનેક પાત્રો ભજવી રહ્યો હતો. હું પહેલીવાર 'પત્ર'માં કામ કરવા માટે ચિંતિત હતી. તે પણ મારી કારકિર્દીમાં આટલી મોડી. મને નાટકમાં કામ કરવામાં હા કહેવામાં થોડો સમય લાગ્યો. કારણ કે લાઈવ સોલો પર્ફોર્મન્સ આપવું અઘરું છે. થિયેટર તો અભિવ્યક્તનું એક સંપૂર્ણપણે અલગ જ સ્વરૂપ છે.'
'બચના અય હસીનો' અને 'હનિમૂન ટ્રાવેલ્સ પ્રા.લિ.' જેવી ફિલ્મોનો ભાગ બની ચૂકેલી આ અભિનેત્રી કહે છે કે સિનેમાથી થિયેટર તરફ ગતિ કરવી પડકારજનક હતું. જ્યારે થિયેટરની વાત આવી છે ત્યારે ફિલ્મોનો તમારો અનુભવ મદદ નથી કરતો. એ અભિવ્યક્તિનું એક અલગ જ સ્વરૂપ છે.'
મિનિષાની છેલ્લી ફિલ્મ 'ભૂમિ' હતી ૨૦૧૭માં રિલીઝ થઈ હતી. ફિલ્મોમાંથી તેના બ્રેક વિશે પૂછવામાં આવે છે ત્યારે મિનિષા કહે છે, 'ફિલ્મોમાંથી બ્રેક ઈરાદાપૂર્વક નહોતો. મારી પાસે જે પ્રોજેક્ટ્સ આવી રહ્યા હતા તે એવા નહોતા કે જે હું કરવા માગતી હતી. આ દરમિયાન આ નાટક આવ્યું. અને મેં તેમાં ડૂબકી લગાવી. પરંતુ ફિલ્મો હજુ પણ તેના મન અને મગજમાં ધબકે છે. મને ઓફર આવે છે, પણ હું યોગ્ય પ્રોજેક્ટ્સની રાહ જોઈ રહી છું.'
સોશિયલ મીડિયા વિશે એ કહે છે, 'તે માત્ર કલાકારોને જ નહીં પણ દરેકને અસર કરે છે. મને તો એ જ સમજાતું નથી કે લોકો સેલ્ફી લેતાં પહેલાં ફિલ્ટર કેમ વાપરે છે?'
ગુડ ક્વેશ્ચન!