For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હું અને મારાં મૂળિયાં: અક્ષયકુમાર .

Updated: Apr 25th, 2024

હું અને મારાં મૂળિયાં: અક્ષયકુમાર                                       .

- 'મારા બાળપણના મકાનનું અત્યારે રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. એ બિલ્ડિંગમાં ત્રીજો માળ ખરીદવાની મારી ઇચ્છા છે. એ ઘર મારા માટે બહુ ખાસ છે, કારણ કે એની સાથે મારા પપ્પાની સ્મૃતિઓ જોડાયેલી છે.'

રા જા હોય કે રંગ, ગરીબ હોય કે તવંગર, માનવીય લાગણી બધામાં લગભગ એકસરખી જ હોવાની. રાજ કપૂર અને દિલીપકુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોપના સ્ટાર બની ગયા પછી પણ પાકિસ્તાનના શહેર પેશાવરમાં આવેલા પોતાના બાપદાદાના ઘરને ભૂલ્યા નહોતા. દિલીપકુમાર ૫ત્ની સાયરા બાનો સાથે પેશાવરનું પોતાનું મકાન જોવા ગયા ત્યારે આખું શહેર એમની એક ઝલક જોવા ગાંડુ થયું હતું. કરીનાના ફાધર રણધીર કપૂર આજે પણ પેશાવરની વાત આવે ત્યારે ઈમોશનલ થઈ જાય છે. જોકે બંનેમાંથી એકેય સેલિબ્રિટી પરિવારે પેશાવરના પોતાના મકાન ખરીદવાની કે એને એક હેરિટેજ સાઇટ તરીકે જાળવી રાખવાની તજવીજ નહોતી કરી. 

અક્ષયકુમાર આ સંદર્ભમાં એક નવો ચીલો પાડશે એવું લાગે છે. અક્ષયનું ખરું નામ રાજીવ ભાટિયા છે. એનો જન્મ અમૃતસરમાં થયો હતો. પિતાનું નામ હરિઓમ ભાટિયા અને માતાનું નામ અરુણા ભાટિયા. અક્ષય પુરાની દિલ્હીના ફેમસ વિસ્તાર ચાંદની ચૌકમાં મોટો થયો છે. હરિઓમ ભાટિયા આર્મીમાં હતા અને ત્યાંથી નિવૃત્તિ લઈ તેઓ યુનિસેફ સાથે જોડાયા. એમની બદલી થતા અક્ષયનો પરિવાર દિલ્હીથી મુંબઈ રહેવા આવી ગયો. પહેલા તેઓ સાયનમાં અને પછી બાન્દ્રા ઈસ્ટમાં રહ્યા. ખિલાડીકુમારે મુંબઈની ડોન બોસ્કો સ્કૂલ અને ખાલસા કાલેજમાં એજ્યુકેશન લીધું છે.

પોતાની લેટેસ્ટ અને બોક્સઓફિસ પર ન ચાલેલી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ની પ્રમોશનલ ઈવેન્ટ્સમાં ૫૬ વરસના આ ફિટ એન્ડ ફાઈન એક્ટરે સંસ્મરણો વાગોળ્યા હતા. અક્ષય કહે છે, 'બાન્દ્રાના અમારા ઘરનું ભાડુ ૫૦૦ રૂપિયા હતું. મને આજેય મારા જૂના ઘરે અને સ્કૂલે જવું બહુ ગમે છે. બે-ચાર મહિને એકાદ વાર તો હું આંટો મારી જ આવું છું. મારા બાળપણના એ મકાનનું અત્યારે રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. એ બિલ્ડિંગમાં ત્રીજો માળ ખરીદવાની મારી ઇચ્છા છે. ડેવલપરને મેં એ વિશે જાણ પણ કરી દીધી છે. એ ઘર મારા માટે બહુ ખાસ છે, કારણ કે એની સાથે મારા પપ્પાની યાદો જોડાયેલી છે. રોજ સાંજે આ ઘરની બારીમાં ઊભો રહી હું પપ્પાના આફિસેથી પાછા ફરવાની રાહ જોતો. ત્યાં એક જમરુખનું ઝાડ હતું, એમાંથી જમરુખ તોડી હું અને મારી બહેન ખાતાં. આજેય એ ઝાડ ઊભું છે અને હું ત્યાં જાઉં ત્યારે અચૂક એકાદ પેરુ તોડી લઉં છું.'

અક્ષયને બોલિવુડમાં સ્ટારડમ મળ્યા બાદ આજે મુંબઈના જુહુ વિસ્તારમાં ૮૦ કરોડના પોશ અપાર્ટમેન્ટમાં રહે છે. લંડન, કેનેડા અને મોરિશિયસમાં પણ એણે પ્રોપર્ટીમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી રાખ્યું છે. રાજેન્દ્રકુમાર પછી અક્ષય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી શાણો બિઝનેસમેન ગણાય છે. સુખ, ઐશ્વર્ય અને પૈસાની કોઈ કમી નથી અને છતાં એને પોતાનો ભૂતકાળ બહુ વહાલો છે. માણસ ભલે ગમે તેટલો સફળ થાય, બાળપણની સ્મૃતિઓ એના હૃદયને ભીનું ભીનું કરી જ દે છે.   

Gujarat