Chitralok

ગોવિંદાની પત્ની અને ગર્લફ્રેન્ડના ઝઘડામાં કાશ્મીરા શાહની એન્ટ્રી

By GS Team
8 Oct 20261 min read
ગોવિંદાની પત્ની અને ગર્લફ્રેન્ડના ઝઘડામાં કાશ્મીરા શાહની એન્ટ્રી

વેટરન એકટર ગોવિંદાના અંગત જીવનમાં નીતનવા તોફાન આવતા જાય છે. એક તરફ ગોવિંદાની પત્ની સુનીતા આહુજા છે તો બીજી તરફ એકટરની ચર્ચાસ્પદ એકટ્રેસ ગર્લફ્રેન્ડ કોમલ રાની સ્વર્ણકર છે. બંને વચ્ચે તુમુલ વાકયુધ્ધ ચાલી રહ્યું છે. હમણાં છેલ્લા કોમલે સુનીતાને એક 'લુચ્ચી સ્ત્રી' ગણાવી એવો દાવો કર્યો છે કે હું ગોવિંદાની લાઈફમાં આવી એ પહેલાં જ ગોવિંદા અને સુનીતાના દાંપત્ય જીવનમાં ખટરાગ ચાલતો હતો. હવે આ કંકાસમાં કાશ્મીરા શાહની એન્ટ્રી થઈ છે. અભિનેત્રી કાશ્મીરા ગોવિંદાના ભાણેજ કૃષ્ણ અભિષેકની પત્ની છે. કાશ્મીરા પોતાની મામીજી સુનીતા આહુજાના સપોર્ટમાં બહાર પડી છે.
કોમલને પોતાના કો- સ્ટાર (ગોવિંદા)ના અંગત જીવનના અંતરંગ વિગતો કઈ રીતે મળી એવો સવાલ ઉઠાવતા કાશ્મીરાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે '૩૦ વરસ પહેલાં મારી કરીઅર શરૂ થઈ અને મેં ૫૦ ફિલ્મોમા કામ કર્યું છે. એ દરમ્યાન મારા એકેય સાથી કલાકારને મારી પર્સનલ લાઈફ કે ફીલિંગ્સ વિશે જાણ નહોતી થઈ. હું માત્ર એક વ્યક્તિને બધી વાત કરતી અને એ કૃષ્ણા હતો. પછીથી મેં એની સાથે જ લગ્ન કર્યા.'
કાશ્મીરાએ પોતાની પોસ્ટમાં વધુમાં કહ્યું છે, 'હું પોતે એક સશક્ત મહીલા છું અને મેં સ્ટ્રોંગ મહીલાઓના પરિવારમાં લગ્ન કર્યા છે. સુનીતા આહુજા તમે આવા જ એક સશક્ત નારી છો અને મને એનો ગર્વ છે. હું હંમેશા તમારી પડખે ઊભી રહીશ.'