કાંતારા-2
'કાંતારાઃ ચેપ્ટર ૧'ને હિન્દીમાં ખૂબ જ પ્રશંસા મળી છે. કેટલીક નાની ગ્રાફિકલ ખામીઓ હોવા છતાં તેને વર્ષની શ્રે ફિલ્મોમાંની એક તરીકે બિરદાવવામાં આવી રહી છે. ઉત્તમ સિનેમેટોગ્રાફી, શાનદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને શ્વાસ ઊંચા કરી દેતી ક્લાઇમેક્સ લાજવાબ રહ્યાં.
છાવા
આ ઐતિહાસિક કથાનક ધરાવતી ફિલ્મે દર્શકોને ખરેખર પ્રભાવિત કર્યા. તેના વિષયમાં જ એટલી બધી નાટયાત્મકતા છે કે ન પૂછો વાત. મરાઠા સામ્રાજ્યના બીજા શાસક છત્રપતિ સંભાજી મહારાજ તરીકે વિકી કૌશલનો અભિનય પ્રભાવશાળી હતો, તો ઔરંગઝેબ તરીકે અક્ષય ખન્નાએ પણ દમદાર પરફોર્મન્સ આપ્યો. આશરે રૃા. ૧૩૦ કરોડના બજેટથી બનેલી આ ફિલ્મે વિશ્વભરમાંથી ૮૦૭ કરોડ કમાવી આપ્યા. આ ફિલ્મે વિકી કૌશલની સ્ટાર વેલ્યુમાં ધરખમ વધારો કર્યો છે.
વોર-ટુ
હૃતિક રોશનની આ ફિલ્મ ફરી બાહોશ જાસૂસની વાત લઈને આવી. દેશદ્રોહના આરોપનો સામનો કરી રહેલા જાસૂસ તરીકે હૃતિકનો પરફોર્મન્સ તેના ચાહકોને થિયેટર સુધી ખેંચી લાવ્યો. જો કે ૩૦૦થી ૪૦૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે માંડ ૩૬૪ કરોડની કમાણી કરી.
થામા
આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મમાં નાવીન્ય પણ હતું અને મેડકે સર્જેલા સુપરનેચરલ યુનિવર્સનાં અન્ય પાત્રો પણ હતાં. આ ફિલ્મે ૨૧૦ કરોડની કમાણી કરી.
સૈયારા
છાવા ઐતિહાસિક હતી તો 'સૈયારા' આધુનિક સમયની પ્રેમકહાણી હતી. આ હિટ ફિલ્મે સ્ક્રીન રોમાન્સને નવું જીવતદાન આપ્યું. માત્ર ૪૫ કરોડના ખર્ચે બનેલી આ રોમેન્ટિક ફિલ્મે ૫૭૦ કરોડનો વકરો કરી નાખ્યો.
ધુરંધર
બોક્સ ઓફિસ પર 'ધુરંધર' સુનામી લઈને આવી છે. પહેલાં ૧૮ દિવસમાં ૫૬૦ કરોડની કમાણી કરી લીધા પછી પણ ધીમી પડવાનું નામ લેતી નથી.
રેડ-ટુ
અજય દેવગણે ફરી ટેક્સ ઓફિસર તરીકે પ્રભાવ જમાવ્યો. આ પ્રીક્વલમાં તેની મૂળ ફિલ્મ જેટલો જ ડ્રામા અને સસ્પેન્સ છે. ૧૨૦ કરોડના બજેટની આ ફિલ્મે ૨૩૭ કરોડની કમાણી કરી.
મહાવતાર નરસિંહ
દિગ્દર્શક અશ્વિન કુમારે આ પૌરાણિક વાર્તાને વધુ પડતી જટિલ બનતી અટકાવી છે. ફિલ્મમાં એક્શન, રોમાંચ અને લાગણીઓનું સંપૂર્ણ મિશ્રણ છે. ઓડિયન્સે અમુક શોટ્સમાં દેખાતા નબળા વીએફએક્સને પણ ચલાવી લીધું છે.
૨૦૨૫ની ફ્લોપ ફિલ્મો
કેસરી ચેપ્ટર-ટુ
આ ફિલ્મ જલિયાવાલા બાગ હત્યાકાંડના પીડિતો માટે ન્યાય માગતા વકીલ સી. સંકરન નાયર અને કોર્ટરૂમ ડ્રામા પર બની છે.આ ઐતિહાસિક ઘટનાની તો લગભગ તમામને જાણ છે, પણ તેના પછીની કાનૂની લડાઈથી મોટાભાગનો વર્ગ અજાણ હશે. આ ફિલ્મ દ્વારા સર્જકોએ રાષ્ટ્રના ઈતિહાસ પર પ્રકાશ પાડયો છે. જો કે ફિલ્મના ૧૫૦ કરોડના મોટા બજેટને કારણે માંડ તેનો ખર્ચ કાઢી શકી.
સ્કાય ફોર્સ
પાકિસ્તાનના આતંકી હુમલાના પ્રતિસાદ તરીકે ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈક પર બનેલી આ ફિલ્મ 'ઉરી' જેટલી સફળતા ન મેળવી શકી. ફિલ્મ રજૂ થઈ ત્યારે અક્ષયકુમારના અભિનયની પ્રશંસા થઈ. ૧૬૦ કરોડના બજેટની આ ફિલ્મ માંડ તેનો ખર્ચ મેળવી શકી.
૨૦૨૫ માં ઘણી મોટી બોલિવૂડ ફિલ્મો ફ્લોપ રહી, જેમાં 'સિકંદર' (સલમાન ખાન), 'ઇમર્જન્સી' (કંગના રનૌત), 'આઝાદ' (અજય દેવગણ), 'દેવા' (શાહિદ કપૂર), 'ફતેહ', 'મલિક' (રાજકુમાર રાવ), 'હસબન્ડ કી બીવી', 'લવયાપા' અને 'બેડ એસ રવિ કુમાર'નો સમાવેશ થાય છે. મોટા બજેટ અને સ્ટાર પાવર હોવા છતાં આ ફિલ્મો દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ ગઈ. પરિણામે બોક્સ ઓફિસ પર ભારે નુકસાન થયું.
BOX-OFFICE-2025
ફિલ્મ | કમાણી | રિઝલ્ટ |
ધુરંધર | ૨૧૮* | SUPERHIT |
તેરે ઇશ્ક મેં | ૧૧૧.૩૨* | PLUS |
ગુસ્તાખ ઇશ્ક | ૧.૭૫* | FLOP |
૧૨૦ બહાદુર | ૧૮.૩૪* | FLOP |
મસ્તી-૪ | ૧૪.૯૫* | FLOP |
દે દે પ્યાર દે-૨ | ૮૯.૬૮* | LOSE |
હક | ૨૦.૯૧* | LOSE |
ધ તાજ સ્ટોરી | ૨૦.૩૨* | LOSE |
બાહુબલી - ધ એપિક (હિન્દી) | ૫૨* | HIT |
એક દીવાને કી દીવાનિયત | ૮૫.૮* | SUPERHIT |
થામા | ૧૫૭.૦૫* | SUPERHIT |
કાંતારા પ્રકરણ ૧ (હિન્દી) | ૨૨૪.૫૩* | SUPER DUPER HIT |
સન્ની સંસ્કારી કી તુલસી કુમારી | ૭૦.૧૭* | AVERAGE |
હોમબાઉન્ડ | ૪.૫૮* | FLOP |
જોલી એલએલબી-૩ | ૧૧૭.૬* | AVERAGE |
મીરાઈ (હિન્દી) | ૧૭.૪૮* | AVERAGE |
બાગી ૪ | ૬૭.૦૭* | AVERAGE |
ધ બેંગાલ ફાઇલ્સ | ૧૯.૫૯* | AVERAGE |
પરમ સુંદરી | ૫૪.૮૫* | AVERAGE |
કૂલી (હિન્દી) | ૩૭.૨૫* | AVERAGE |
વોર- ૨ | ૨૪૪.૨૯* | SUPERHIT |
સન ઓફ સરદાર-૨ | ૪૭.૧૫* | FLOP |
ધડક-૨ | ૨૪.૨૪* | FLOP |
મહાવતાર નરસિંહ | ૨૪૭.૯૬* | SUPER DUPER HIT |
સૈયારા | ૩૩૭.૬૯* | SUPER DUPER HIT |
માલિક | ૨૬.૩૬* | FLOP |
આંખો કી ગુસ્તાખિયાં | ૧.૮૦ * | FLOP |
સુપરમેન | ૪૮.૯૯* | AVERAGE |
મેટ્રો ઇન દીનોં | ૫૬.૩ * | FLOP |
જુરાસિક વર્લ્ડ રિબર્થ | ૧૦૦.૫૬* | HIT |
ખ-૧ | ૧૦૨.૮૨* | HIT |
માં | ૩૮.૬૩* | AVERAGE |
સિતારે જમીન પર | ૧૬૬.૫૮* | HIT |
હાઉસફુલ-૫ | ૧૯૮.૪૧* | AVERAGE |
ભૂલ ચૂક માફ | ૭૪.૮૧* | HIT |
કેસરી વીર | ૧.૮૮* | FLOP |
એમઆઈઃ ધ ફાઇનલ રેકનિંગ | ૧૦૬.૯૦* | HIT |
રેડ-૨ | ૧૭.૩૦ * | HIT |
ધ ભૂતની | ૧૨.૫૨* | FLOP |
ફૂલે | ૬.૭૬ * | FLOP |
ગ્રાઉન્ડ ઝીરો | ૭.૭૭* | FLOP |
કેસરી ચેપ્ટર-૨ | ૪.૩૪ * | FLOP |
જાટ | ૯૦.૩૪* | HIT |
સિકંદર | ૧૨૯.૯૫* | HIT |
ધ ડિપ્લોમેટ | ૪૦.૭૩* | HIT |
ક્રેઝી | ૧૪.૦૩* | FLOP |
સુપરબોય્સ ઓફ માલેગાંવ | ૫.૩૨* | FLOP |
મેરે હસબન્ડ કી બીવી | ૧૨.૨૫* | FLOP |
છાવા | ૬૧૫.૩૯* | SUPER DUPER HIT |
લવયાપા | ૭.૬૯* | FLOP |
દેવા | ૩૩.૯૭* | FLOP |
સ્કાય ફોર્સ | ૧૩૪.૯૩* | FLOP |
ઈમર્જન્સી | ૨૦.૪૮* | FLOP |
આઝાદ | ૭.૬૧* | FLOP |
ફતેહ | ૧૮.૮૭* | FLOP |
ગેમ ચેન્જર (હિન્દી) | ૩૭.૪૭* | FLOP |
* આંકડા કરોડમાં


