નવું શું છે? .
Updated: Sep 14th, 2023
બોક્સ ઓફિસ પર ખાસ્સી સફળ રહેનારી હોલિવુડ ફિલ્મ 'બાર્બી' પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થવાની શરૂ થઈ છે. અલબત્ત, ફ્રીમાં નહીં, પણ રેન્ટ પર. થોડા સમય બાદ તે ફ્રી પણ થઈ જશે. જેમણે થિયેટરમાં નથી જોઈ તેમના માટે ઘેરબેઠા જોવાની તક છે. મેર્ગોટ રોબી, રાયન ગોસલિંગ, ઍમા મેકી, વિલ ફેરેલ વગેરે કલાકારો એમાં છે.
- નેટફ્લિક્સના શો 'સ્કૂપ'માં મુખ્ય પાત્ર ભજવનારી કરિશ્મા તન્નાને શ્રે અભિનેત્રી માટે એશિયા કોન્ટેન્ટ્સ એવોર્ડ્સ અને ગ્લોબલ ઓટીટી એવોર્ડ્સ માટે નોમિનેશન મળ્યું છે. એનું આયોજન બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને કોરિયા રેડિયો પ્રમોશન એસોસિયેશન કરે છે.
- એપલ પ્લસ ટીવી હવે ટાટા સ્કાય બિન્જ પર અવેલેબલ છે. ભારતમાં કોઈ કંપની સાથે એપલે કરેલી આ પહેલી ભાગીદારી છે. બિન્જનું લવાજમ જેમણે ભર્યું હશે તેઓ એને જઈ શકશે.
મેહર રમેશ દિગ્દશત, ચિરંજીવીને ચમકાવતી 'ભોલા શંકર' થિયેટરમાં ખાસ સફળ રહી નહોતી. મૂળ તામિલ ફિલ્મ 'વેદાલમ'ની એ તેલુગુ રિમેક હતી. આજથી એ નેટફ્લિક્સ પર આવી છે. જોકે હિન્દીમાં એ કદાચ ઉપલબ્ધ નથી. ફિલ્મમાં વેનેલા કિશોર, શ્રીમુખી, એન્કર રશ્મિ, બાઇપર આદિ વગેરે કલાકારો પણ છે.
- કરણ જોહરની સફળ ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' હવે ઓટીટી પર અલગથી પૈસા ભરીને જોઈ શકાય છે. થોડા સમય બાદ તે પર રાબેતા મુજબ સ્ટ્રીમ થવા જ માંડશે. ઓટીટી પર એની લંબાઈ થિયેટરની ફિલ્મ કરતાં વીસ મિનિટ વધુ છે. એમેઝોન પ્રાઇમ અને જિયો સિનેમા પર એ જોઈ શકાય છે.