Chitralok

ધીરજ ધૂપર: ઇમોશનલ હોવું એ નબળાઇ નહીં, શક્તિ છે

By GS Team
24 Sep 20264 mins read
ધીરજ ધૂપર: ઇમોશનલ હોવું એ નબળાઇ નહીં, શક્તિ છે

એક અભિનેતા તરીકે ધીરજ ધૂપરે અભિનયમાં એક નહીં, પણ બે દાયકા પૂરા કર્યા છે, આ કંઇ નાનીસુની સિદ્ધિ તો ન જ કહી શકાય. આ ચમકતી કારકિર્દીમાં 'સસુરાલ સિમરન કા' અને 'કુંડલી ભાગ્ય'માં તો ધીરજ ધૂપરે ખૂબ જ લોકપ્રિયતા મેળવી. અત્યારે ધીરજ ધૂપર 'લોકઅપ: સચ યા સજા'માં ચમકી રહ્યા છે. આ અગાઉ તેણે ૨૦૨૩માં 'તાતલુબાજ' વેબ સીરિઝમાં બુલબુ ત્યાગીની ભૂમિકા ભજવી છે. ટેલિવિઝન પર આટલી લાંબી મંજિલ કાપ્યા પછી ધીરજ ધૂપર હવે તેના ક્મ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી કંઇક અસામાન્ય કહી શકાય એવી ભૂમિકા ભજવી પોતાની લોકપ્રિયતાને એક અભિનેતા તરીકે એક નવું કલેવર આપવા તૈયાર છે. એમાં અત્યારે તો તેની નજર ઓટીટી પ્લેટફોર્મ પર છે. ખાસ કરીને વધુ કાર્ડ અને એકથી વધુ લેયર ધરાવતા પાત્રો ભજવવા થનગની રહ્યો છે. બેશક, ધીરજ હવે કામની ગુણવત્તા સાથે કોઇ પણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર નથી.
'હા, મને ટીવી તરફથી વિવિધ ઓફરો મળી રહી છે, પણ હાલમાં મારું ધ્યાન ઓટીટી પર છે. હું ખરબચડી-સહિષ્ણુતા ધરાવતા અને રસપ્રદ સીરિઝના પાત્રો ભજવવા અત્યંત આતુર છું,' એમ ધીરજ કહે છે, અને સાથે ઉમેરે છે, 'વીસ વર્ષની અત્યંત સખત પરિશ્રમ પછી મેં જે કંઇ પણ મેળવ્યું છે, તેને હું એવી કોઇ પણ વસ્તુ માટે છોડીશ નહીં, જે મારા લક્ષ્યોને પૂર્ણ નહીં કરે, હા, એમાં ગુણવત્તા તો પ્રથમ ક્રમે આવે છે. મને તો ગ્રે-પાત્રો અને ઉત્તમ ખલનાયકના પાત્રો ભજવવાનું ગમશે. ઘણાં સમય પહેલાં મે 'સૌભાગ્યવતી ભવ' શોમાં ખલનાયક તરીકે વિતાવેલા ત્રણ મહિના મારા કારકિર્દીની શ્રેષ્ઠ ત્રણ મહિના હતા.'
જોકે, રિયાલિટી ટેલિવિઝન પરના તેના તાજેતરના કાર્યકાળે તેને સાવ રમ્મણ્યા કહી શકાય એવા ક્ષેત્રનો અનુભવ કરાવ્યો છે. આ શૈલીથી ઘણા સમય સુધી દૂર રહ્યા પછી ધીરજે 'લોકઅપ : સય યા સઝા'માં આગમન કર્યું છે, પરંતુ તેને અનુભવ તેની અપેક્ષા કરતા ઘણો તીવ્ર લાગ્યો' આ સાથે જ વધુમાં શેર કરતા ધીરજ કહે છે, 'મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું કેપ્ટિવ રિયા લિટી શો માટે અલગ છું, પરંતુ આ અનુભવ પછી, મને લાગે છે કે હું તેમાં ભાગ લઇ શકું છું. જોકે ચોક્કસ શરતો સાથે બેશક, તેમાં યોગ્ય ખોરાકપણ જરૂરી છે.'
'આ શોમાં મિત્રતાની પણ કસોટી થઇ પછી ભલે તે રામ કપૂર સાથેના સંબંધને લગતી હોય કે પછી હર્ષદ ચોપરા સાથેની મિત્રતામાં ઘર્ષણ !' આટલું કહીને ધીરજ ઉમેરે છે કે તેમની પ્રતિક્રિયાઓ ગણતરીપૂર્વકની નહીં, પણ સહજ હતી. 'દરેકને સમજવાની જરૂર હતી કે આપણે બધા આપણી વ્યક્તિગત સમજણના આધારે રમી રહ્યા છીએ. અને હું પણ એવું જ કરી રહ્યો હતો. મારા ગુસ્સા સહિત મારી બધી પ્રતિક્રિયાઓ કુદરતી-નૈસર્ગિક હતી.
'મને અપેક્ષા નહોતી કે હર્ષદ મને તેની મધ્ય આંગળી બતાડશે. અથવા 'ચલ હટ' જેવી વાતો કહેશે. ત્યારે હું ખરેખર ખૂબ જ આઘાત પામ્યો હતો. જ્યારે કોઇ રિયાલિટી શો કેવી રીતે ભજવે છે ત્યારે કોઇ સાચું કે ખોટું નથી હોતું. એકમાત્ર વાત એ છે કે કોઇએ બિલો-ધ-બેલ્ટ ન જવું જોઇએ', એમ ધીરજે શેર કર્યું હતું.
આ સાથે જ ધીરજ રામ કપૂરને સૌથી નબળા સ્પર્ધક ગણાવ્યાના પોતાના પ્રતિભાવ તરફ પણ ધ્યાન દોરે છે. 'મેં અણધાર્યો હુમલો ન કર્યો, કારણ કે એ તેમનો ખેલ હતો. મારું માનવું છે કે ભાવનાત્મક હોવું એ વાસ્તવમાં નબળાઇ નથી, હકીકતમાં તો તે એક શક્તિ છે. સામર્થ્ય છે,' એમ ધીરજે શેર કર્યું હતું.
જોકે કેમેરાથી દૂર તો તેનો ચાર વર્ષનો પુત્ર ઝૈન હતો, જેને શૉમાં તેના કાર્યકાળની સૌથી મોટી પ્રતિક્રિયા મળી હતી. ઝૈન 'લોક અપ…' શો વધારે જોતો નહોતો, પરંતુ તેના પિતાની લાંબી ગેરહાજરીને કારણે તે ધીરજને કામ પર પાછા જવાથી ડરતો હતો. 'તેણે તે વધારે જોયું નહતું, પરંતુ મારો પુત્ર હવે મારા શુટિંગ પર જવાની વિરુધ્ધ છે કારણ કે તેને ડર છે કે હું ૨૫ દિવસ માટે ઘરથી દૂર રહીશ. હવે હું તેનો ઉપયોગ તેને વર્તવા અને કામ કરવા માટે કરાવવા માટે કરું છું,' એમ ધીરજ હસતાં હતતાં કહે છે.
'કુંડલી ભાગ્ય'ના આ કલાકારે ઘણીવાર ઉદ્યોગને ટેલિવિઝન કલાકારોને અન્ય ક્ષેત્રોમાં કામ કરવા માટે વિચાર કરતી વખતે માધ્યમથી આગળ જોવાની વિનંતી કરી છે. તેમનું માનવું છે કે પહેલાંથી જ સકારાત્મક પરિવર્તન આવ્યું છે. પરિસ્થિતિ બદલાઇ રહી છે. મને ઓટીટી પ્રોજેક્ટ્સ ઓફર કરવામાં આવી રહ્યા છે. હું એળા દિગ્દર્શકો સાથે એક નેરેશન રૂમમાં બેઠો છું, જેમના વિશે મેં પહેલાં ફક્ત સાંભળ્યંે હતું હજું પણ એવી ધારણા છે કે ટીવી કલાકારો જરૂર છે, પરંતુ એકવાર તમે યોગ્ય વર્તુળમાં પ્રવેશ કરો છો અને યોગ્ય તક મેળવો છે, તો લોકો તમને અલગ રીતે જોવાનું શરૂ કરે છે,' એમ ધીરજે ઉમેર્યું હતું.