Chitralok

ચાર્લિઝ થેરન: એકાવન વર્ષે અડીખમ

By GS Team
8 Oct 20262 mins read
ચાર્લિઝ થેરન: એકાવન વર્ષે અડીખમ

ચાલઝ થેરોન હોલિવુડની સૌથી વર્સેટાઈલ અગ્રણી પરફોર્મર છે, જે ડ્રામા, એક્શન અને ડાર્ક કોમેડીમાં સતત સક્રિય રહી છે. ૫૧ વર્ષની વયે આ ઓસ્કર વિજેતા અભિનેત્રીએ ક્રિસ્ટોફર નોલનની મહાકાવ્ય સમાન ફિલ્મ 'ધી ઓડીસી' દ્વારા કારકિર્દીના વધુ એક સુવર્ણ તબક્કામાં પ્રવેશ કર્યો છે. વૈશ્વિક સ્તરે ૧.૭ અબજ ડોલરથી વધુ કમાણી કરી ચૂકેલી આ ફિલ્મમાં તેણે ઓડીસિયસને સાત વર્ષ સુધી બાનમાં રાખનાર દરિયાઈ પરી કેલિપ્સોની ભૂમિકા ભજવી. મેટ ડેમન, એન હેથવે, રોબર્ટ પેટિનસન, ઝેન્ડાયા અને ટોમ હોલેન્ડ જેવા કલાકારો સાથેની આ ફિલ્મ આઈમેક્સ જેવા પ્રીમિયમ ફોર્મેટ્સમાં અભૂતપૂર્વ સફળતા મેળવી.
થેરોન હવે માત્ર અભિનય પૂરતી સીમિત ન રહેતાં નિર્માણ ક્ષેત્રે પણ સક્રિય બની છે. તે ન્યુ યોર્કના રેસ્ટોરન્ટ જગત પર આધારિત એમેઝોન એમજીએમ સ્ટુડિયોની ફિલ્મ 'ટાયરન્ટ'નું નિર્માણ સંભાળવાની સાથે જુલિયા ગાર્નર સાથે સ્ક્રીન શેર કરશે. આ ઉપરાંત, તે જસ્ટિન લિન દિગ્દશત હેઇસ્ટ-થ્રિલર 'ટુ ફોર ધી મની'માં ડેનિયલ ક્રેગ સાથે જોવા મળશે, જ્યારે 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ'ના આખરી પ્રકરણ 'ફાસ્ટ ફોરએવર'માં વિલન સિફર તરીકે વાપસી કરે તેવી શક્યતા છે.
કેમેરાથી દૂર, તેની સામાજિક સંસ્થા 'શાલઝ થેરોન આફ્રિકા આઉટરીચ પ્રોજેક્ટ' દક્ષિણ આફ્રિકાના યુવાનોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે કાર્યરત છે, જેણે તાજેતરમાં એક મિલિયન ડોલરથી વધુનું ભંડોળ એકત્ર કર્યું હતું.
'મોન્સ્ટર', 'મેડ મેક્સ: ફ્યુરી રોડ', 'એટમિક બ્લોન્ડ', 'ધી ઓલ્ડ ગાર્ડ'થી લઈને 'ધી ઓડીસી' સુધીપૌરાણિક પાત્રો જીવવાના હોય, ફિલ્મો પ્રોડયુસ કરવાની હોય કે બ્લોકબસ્ટર ફ્રેન્ચાઈઝી ગજવવાની હોય - ચાલઝ થેરોન આજે પણ હોલિવુડના કેન્દ્રસ્થાને અડગ ઊભી છે.