Chhota Udaipur

છોટા ઉદેપુરમાં સર્જાઇ શકે ગંભીરા બ્રિજ જેવી ઘટના: પ્રતિબંધ છતાં ઓરસંગ બ્રિજ પર 30 ટનથી વધુ વજનના વાહનોની અવરજવર

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરમાં NH-56 પર ઓરસંગ નદીના બ્રિજ પર મોટા ખાડા પડતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મધ્યપ્રદેશને જોડતા આ પુલ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે. ખાડાઓને લીધે વાહનોને નુકસાન થવા સાથે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. 30 ટનથી વધુ વજનના વાહનો પર પ્રતિબંધ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ અને નિયમોના કડક અમલની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુરમાં સર્જાઇ શકે ગંભીરા બ્રિજ જેવી ઘટના: પ્રતિબંધ છતાં ઓરસંગ બ્રિજ પર 30 ટનથી વધુ વજનના વાહનોની અવરજવર

Orsang Bridge Potholes Issue In Chhota Udepur : મધ્ય પ્રદેશને જોડતા મહત્ત્વના NH-56 પર છોટા ઉદેપુરમાં ઓરસંગ નદીના બ્રિજ ઉપર ખાડાના સામ્રાજ્યથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બ્રિજ પરથી દરરોજ હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે, ત્યારે રસ્તા પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની સાથે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ પણ ઊભી થઈ છે.

ઓરસંગ બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય

મહત્ત્વની બાબત એ છે કે, કુલ 30 ટનથી વધુ વજન ધરાવતા વાહનો માટે પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં વાહનોને રોકવા કે નિયંત્રણ કરવા માટે સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીની હાજરી જોવા મળતી નથી. જેના કારણે પ્રતિબંધનો અમલ માત્ર કાગળ પર જ થઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

નેશનલ હાઈવની ખરાબ સ્થિતિથી અકસ્માતનો ખતરો

બ્રિજની ખરાબ હાલત અંગે સ્થાનિકો-વાહનચાલકોએ રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, મુખ્ય હાઈવે પર બ્રિજની સ્થિતિ ખરાબ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા સમયસર સમારકામ કરવામાં ન આવતું નથી. ખાસ કરીને રાત્રિના સમયે ખાડાઓ વધુ જોખમી સાબિત થઈ શકે છે.

વાહનચાલકોમાં રોષ

સ્થાનિક વાહનચાલકો અને લોકોની સ્પષ્ટ માગ છે કે, તંત્ર તાત્કાલિક ધોરણે બ્રિજ પરના ખાડાઓનું ગુણવત્તાયુક્ત સમારકામ કરાવે અને 30 ટનથી વધુ વજનના વાહનો પરના પ્રતિબંધનો કડક અમલ કરાવે. કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાને બદલે તંત્ર હવે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.