Chhota Udaipur

છોટા ઉદેપુર, સંખેડામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય જિલ્લા કક્ષાની ઉજવણી, પ્રભારી મંત્રી મનીષાબહેન વકીલે કરાવ્યું ધ્વજવંદન

By GS Team
15 Aug 20261 min read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે 2026ના 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. ડી.બી. પારેખ હાઈસ્કૂલ મેદાનમાં પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે ધ્વજવંદન કર્યું. સાંસદ જશુ રાઠવા, કલેક્ટર ગાર્ગી જૈન, ધારાસભ્ય અભેસિંહ તડવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓની દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓએ વાતાવરણને રાષ્ટ્રભક્તિથી રંગી દીધું. પ્રથમ ક્રમે આવેલી સંખેડાની માધ્યમિક હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને સન્માનિત કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર, સંખેડામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય જિલ્લા કક્ષાની ઉજવણી, પ્રભારી મંત્રી મનીષાબહેન વકીલે કરાવ્યું ધ્વજવંદન

Independence Day 2026: દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી સંખેડા ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. સંખેડાની ડી.બી. પારેખ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા મુખ્ય સમારોહમાં જિલ્લાના પ્રભારી મંત્રી મનીષાબેન વકીલના હસ્તે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ

આ પ્રસંગે છોટા ઉદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક કૃતિઓએ આકર્ષણ જમાવ્યું

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક ભાવનાથી સભર વિવિધ નૃત્યો અને કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની શાનદાર રજૂઆતોને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

પ્રથમ ક્રમે આવેલી વિદ્યાર્થીનીઓનું સન્માન

કાર્યક્રમ દરમિયાન સંખેડાની માધ્યમિક હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓના ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલી મનોહર કૃતિએ સૌનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. આ કૃતિને સાંસ્કૃતિક સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થતાં, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન તથા અન્ય અગ્રણીઓના હસ્તે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓની દેશભક્તિથી ભરપૂર કૃતિઓએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું હતું અને સંખેડા ખાતે યોજાયેલો આ સત્તાવાર કાર્યક્રમ ભારે યાદગાર બની રહ્યો હતો.