Chhota Udaipur

છોટા ઉદેપુર: રામી ડેમ 99 ટકા અને સુખી ડેમ 85 ટકા ભરાતાં ખેડૂતોને રાહત, સિંચાઈ સંકટ ટળ્યું

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લા અને ઉપરવાસમાં સારા વરસાદને પગલે જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. કવાંટનો રામી ડેમ 99.06% અને પાવીજેતપુરનો સુખી ડેમ 85.87% ભરાઈ ગયા છે. રામી ડેમ 196.30 મીટરની સપાટીએ પહોંચી ગમે ત્યારે છલકાવા તૈયાર છે. સુખી ડેમમાં 146.79 મીટર સપાટીએ 138.782 MCM જીવંત જળસંગ્રહ થયો છે. આથી ખેડૂતોમાં આનંદ અને ખરીફ પાકોને નવજીવન મળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: રામી ડેમ 99 ટકા અને સુખી ડેમ 85 ટકા ભરાતાં ખેડૂતોને રાહત, સિંચાઈ સંકટ ટળ્યું

Chhota Udepur Dams: છોટા ઉદેપુર જિલ્લામાં તથા ઉપરવાસમાં (મધ્ય પ્રદેશ) થયેલા સારા વરસાદના પગલે જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. કવાંટ તાલુકાનો રામી ડેમ 99.06 ટકા અને પાવીજેતપુર તાલુકાનો સુખી ડેમ 85.87 ટકા ભરાઈ જતાં સ્થાનિક ખેડૂતોમાં રાહત અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

રામી ડેમની જળસપાટી 196.30 મીટરે પહોંચી

છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલા વરસાદને કારણે રામી ડેમ તેની પૂર્ણ ક્ષમતાની નજીક પહોંચી ગયો છે. હાલ રામી ડેમની જળસપાટી 196.30 મીટરે પહોંચી છે, જ્યારે તેની પૂર્ણ જળસપાટી (FRL) 196.35 મીટર છે. ડેમમાં હાલ 4.4475 એમસીએમ (MCM) જીવંત જળસંગ્રહ (લાઈવ સ્ટોરેજ) નોંધાયો છે, જેથી ડેમ ગમે ત્યારે છલકાવાની શક્યતા છે.

સુખી ડેમમાં જળસંગ્રહમાં વધારો

બીજી તરફ, જિલ્લાની જીવાદોરી સમાન સુખી ડેમમાં પણ જળસંગ્રહમાં સતત વધારો નોંધાયો છે. અગાઉ 77.19 ટકા ભરાયેલો સુખી ડેમ હવે વધીને 85.87 ટકા સપાટીએ પહોંચ્યો છે. હાલ આ ડેમની વર્તમાન સપાટી 146.79 મીટર છે અને લાઈવ સ્ટોરેજ 138.782 એમસીએમ નોંધાયું છે. ઉપરવાસમાંથી સતત આવતા પાણીના પ્રવાહને કારણે રૂલ લેવલ જાળવવા માટે તંત્ર દ્વારા અગાઉ બે તબક્કામાં પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું.

જિલ્લાના બંને મુખ્ય ડેમોમાં સંતોષકારક જળસંગ્રહ થતાં મકાઈ, ડાંગર, તુવેર અને સોયાબીન સહિતના ખરીફ પાકોને નવજીવન મળ્યું છે. આ ઉપરાંત ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાની સાથે જ આગામી રવિ અને ઉનાળુ પાકની સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થતાં ખેડૂતોની ચિંતા દૂર થઈ છે.