Chhota Udaipur

છોટા ઉદેપુર કલેક્ટરની સરકારી કારને દેવલીયા નજીક નડ્યો અકસ્માત, કલેક્ટર ગાર્ગી જૈનનો આબાદ બચાવ, ડ્રાઇવર ઈજાગ્રસ્ત

By GS Team
10 Aug 20261 min read
TukuTouch Logo
છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈન બોડેલી સરકારી કાર્યક્રમમાં જતી વખતે દેવલીયા ગામ પાસે અકસ્માતનો ભોગ બન્યા. સામેથી પૂરપાટ ઝડપે આવતી કારે તેમની સરકારી ગાડીને ટક્કર મારી. સદનસીબે કલેક્ટરનો આબાદ બચાવ થયો, પરંતુ ડ્રાઈવરને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર કલેક્ટરની સરકારી કારને દેવલીયા નજીક નડ્યો અકસ્માત, કલેક્ટર ગાર્ગી જૈનનો આબાદ બચાવ,  ડ્રાઇવર ઈજાગ્રસ્ત

Chhota Udepur Collector Car Accident: છોટા ઉદેપુરથી બોડેલી તરફ જઈ રહેલાં કલેક્ટર ગાર્ગી જૈનની સરકારી ગાડીને દેવલીયા ગામ પાસે એક અકસ્માત નડ્યો હતો. સામેથી પૂરઝડપે આવતી અન્ય એક કારે કલેક્ટરની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં કલેક્ટર ગાર્ગી જૈનનો આબાદ બચાવ થયો હતો, જ્યારે તેમના ડ્રાઇવરને ઈજાઓ પહોંચી છે.

બોડેલી સરકારી કાર્યક્રમમાં જતી વખતે બની ઘટના

મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈન બોડેલી ખાતે આયોજિત એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા માટે છોટા ઉદેપુરથી બોડેલી તરફ સરકારી કારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન દેવલીયા નજીક સામેથી આવી રહેલી એક કાર કલેક્ટરના વાહન સાથે અથડાઈ હતી. ટક્કર એટલી તીવ્ર હતી કે કારને નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે કલેક્ટરને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી.

પોલીસ કાફલો સ્થળ પર, તપાસ શરૂ

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કલેક્ટરના ડ્રાઇવરને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.