Business

FCI ઓકશનમાં વધુ માંગને પગલે ઘઉંના ભાવ ઊંચકાયા

By GS Team
21 Nov 20261 min read
TukuTouch Logo
મુંબઈ: FCI દ્વારા ઘઉંના ઈ-ઓક્શનમાં ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 96થી 260 રૂપિયાનો વધારો નોંધાયો છે. ખુલ્લા બજારમાં ઊંચા ભાવ અને અલ નીનોની સ્થિતિને કારણે મિલરો અને ટ્રેડરો સ્ટોક કરી રહ્યા છે. હરિયાણામાં ભાવ 2641થી વધી 2901 રૂપિયા થયા, જ્યારે મધ્યપ્રદેશમાં 2605થી 2761 રૂપિયા થયા. 1 નવેમ્બરે FCI પાસે 447.58 લાખ ઘઉંનો સ્ટોક હતો, જે ગત વર્ષ કરતાં 46% વધુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

FCI ઓકશનમાં વધુ માંગને પગલે ઘઉંના ભાવ ઊંચકાયા

૧લી નવેમ્બરના એજન્સી પાસે એકંદરે ૪૪૭.૫૮ લાખ ઘઉંનો સ્ટોક
મુંબઈ : ગયા સપ્તાહમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) દ્વારા તેના રિઝર્વમાંથી ઘઉંના વેચાણ માટે કરાયેલા ઈ-ઓકશનમાં ઘઉંના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૯૬થી ૨૬૦નો વધારો જોવા મળ્યો હતો.
ખુલ્લા બજારમાં ઘઉંના ઊંચા ભાવને પરિણામે ઓકશનમાં પણ ભાવ ઊંચા કવોટ થયા છે, એમ મિલરો તથા ટ્રેડરો દ્વારા દાવો કરાયો હતો. અલ નિનોની સ્થિતિને કારણે વર્તમાન વર્ષે ઘઉંનો પાક નીચો ઊતરવાની ધારણાંએ ટ્રેડરો ઘઉંનો સ્ટોક કરવાનો વ્યૂહ ધરાવી રહ્યા છે.
હરિયાણામાં ઓકશનમાં ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨૬૪૧થી વધી રૂપિયા ૨૯૦૧ સુધી પહોંચી ગયા હતા જ્યારે મધ્ય પ્રદેશમાં ભાવ રૂપિયા ૨૬૦૫થી વધી રૂપિયા ૨૭૬૧ પહોંચી ગયા હતા. રાજસ્થાન, પંજાબ તથા ઉત્તર પ્રદેશમાં પણ ભાવ ઊંચકાયા હતા.
વર્તમાન રવી મોસમમાં ઘઉંનું વાવેતર નીચું રહ્યું હોવાના અહેવાલે ઓકશનમાં ઘઉંની માગ નીકળી હોવાનું સ્થાનિક ટ્રેડરે જણાવ્યુ હતું.
૧લી નવેમ્બરના રોજ એફસીઆઈ પાસે એકંદરે ૪૪૭.૫૮ લાખ ઘઉંનો સ્ટોક જમા પડયો હતો. જે ઓકટોબરની સરખામણીએ સાધારણ નીચો હતો. જો કે ગયા વર્ષની ૧લી નવેમ્બરની સરખામણીએ સ્ટોક ૪૬ ટકા વધુ હતો.