‘જો અમેરિકા હજુ પણ વેપાર વિરોધી નીતિ યથાવત્ રાખશે તો...’ જે.પી.મોર્ગનની ચેતવણી

JP morgan Warning For America : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વિશ્વભરમાં ટ્રેડ વૉરની સ્થિતિ સર્જાઈ છે. હવે આ મુદ્દે જેપી મોર્ગન ચેઝના સીઈઓ જેમી ડિમને અમેરિકાની વ્યાપાર નીતિઓ અંગે ચિંતાજનક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ‘જો અમેરિકામાં આ પ્રકારની વેપાર-વિરોધી નીતિઓ ચાલુ રહેશે, તો દેશને યુરોપ જેવી આર્થિક મંદીનો સામનો કરવો પડી શકે છે.’
વેપાર વિરોધી નીતિઓ, વધુ પડતાં નિયમો નુકસાનકારક
ડિમને મિયામીમાં અમેરિકન બિઝનેસ ફોરમમાં બોલતા કહ્યું કે, ‘વેપાર-વિરોધી નીતિઓ અને વધુ પડતા નિયમોથી કંટાળીને કંપનીઓ શહેરો છોડીને જઈ રહી છે. જો આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી 30 વર્ષમાં અમેરિકાની હાલત યુરોપ જેવી થઈ જશે. માર્ગે ચાલતું જોવા મળશે.
આ પણ વાંચો : વધુ એક દેશમાં Gen Z આંદોલન: હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા, પથ્થરમારામાં 120 ઈજાગ્રસ્ત
‘નહીં તો હજુ પણ ઘણી કંપનીઓ ખોવી પડશે’
સીઈઓ ડિમને એમ પણ કહ્યું કે, ‘હાલ જે સેક્ટરો નબળા પડ્યા છે, તેનું કારણ ઊંચા ટેરિફ અને વધુ પડતા નિયમો છે. જો અમેરિકાના શહેરો અને રાજ્યોએ પ્રતિસ્પર્ધી રહેવું હોય તો, તેઓએ અત્યારથી જ પગલાં ભરવાની જરૂર છે. નહીં તો હજુ પણ ઘણી કંપનીઓ ખોવી પડશે.’
આ પણ વાંચો : દુનિયાના એવા ઘણાં દેશો જ્યાં પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધારે, જુઓ આખી યાદી

